તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Former BJP Corporator Late Who Contributed A Lot To The Development Of Surat. Blood Donation Camp Was Held On Narendra Gandhi's Birthday

રક્તદાન:સુરતના વિકાસમાં સિંહ ફાળો આપનાર ભાજપમાં પૂર્વ કોર્પોરેટર સ્વ. નરેન્દ્ર ગાંધીના જન્મદિવસે રક્તદાન શિબિર યોજાઈ

સુરત8 મહિનો પહેલા
સુરત ભાજપના માજી શહેર પ્રમુખ સહિત અનેક ભાજપી અગ્રણીઓ આ રક્તદાન શિબિરમાં હાજર રહ્યા. - Divya Bhaskar
સુરત ભાજપના માજી શહેર પ્રમુખ સહિત અનેક ભાજપી અગ્રણીઓ આ રક્તદાન શિબિરમાં હાજર રહ્યા.
  • નરેન્દ્ર ગાંધીનું કોરોનાના કારણે 2 ઓગસ્ટના રોજ નિધન થયું હતું
  • નરેન્દ્ર ગાંધી રક્તદાન કેન્દ્રના પ્રણેતા તરીકે ઓળખાતા હતા

1980માં ભાજપની સ્થાપ્ના બાદ સક્રિય કાર્યકર્તા તરીકેની ઓળખ ઉભી કરી સુરતના વિકાસમાં સિંહ ફાળો આપનાર ભાજપના પૂર્વ કોર્પોરેટર સ્વ. નરેન્દ્રભાઈ ગાંધીના આજે જન્મ દિવસ નિમિત્તે પ્રથમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને યાદગાર બનાવવા મિત્રોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. સવારે 11 વાગ્યાથી શરૂ થયેલા આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો લોહીદાન કરી ગાંધી ને સાચી શ્રદ્ધાંજલિ આપતા દેખાયા હતા.

રક્તદાન શિબિર ભાજપના નેતાઓ હાજર રહ્યા
પૂર્વ કોર્પોરેટર નરેન્દ્રભાઈ ગાંધીનું ગત 2 ઓગસ્ટના રોજ કોરોનાથી મોત થયું હતું. આજે તેમનો જન્મ દિવસ હોવાથી રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. સુરત ભાજપના માજી શહેર પ્રમુખ સહિત અનેક ભાજપી અગ્રણીઓ આ રક્તદાન શિબિરમાં હાજર રહી સુરતે એક સાચા નગર સેવક ગુમાવ્યા હોવાનું સાબિત કર્યું હતું. પીપલ્સ બેંકના માજી ચેરમેન, સાર્વજનિક સોસાયટીની કમિટીના ડાયરેક્ટર, લાલભાઈ સ્ટેડિયમના ડાયરેકટર સહિત સુરતમાં રક્તદાન કેન્દ્રના પ્રણેતા તરીકે ઓળખાતા નરેન્દ્ર ગાંધી 1996માં પાલિકા કમિશનર એસઆર રાવ સાથે સુરતમાં મેગા ડીમોલેશનને સફળ બનાવી સુરતના વિકાસના પાયા નાખ્યા હતા.

જાહેર જીવનમાં અનેક કુદરતી આપતીઓના સાક્ષી રહ્યા હતા
નરેન્દ્રકુમાર મોહનલાલ ગાંધીએ જૂની SSC (ધોરણ-11) પાસ કર્યા બાદ ડિપ્લો મેટરલજી ઈજનેર કોલેજમાં પ્રવેશ લઈ (ગાંધી કોલેજ સુરત) વર્ષ 1978-79 માં પાસ થઇ પરિવારના સહયોગથી સેવાકીય પ્રવૃત્તિ ની શરૂઆત કરી હતી. 1972થી જ રાજકીય ક્ષેત્રે કામગીરી શરૂ કરી દીધી હતી. એ જોઈ જનસંઘ પાર્ટીના અગ્રણી નેતા કાશીરામ રાણાએ પાર્ટીમાં સભ્ય બનાવ્યો હતો. એ રાજકીય સફર બાદ 1974માં નવનિર્માણ પાર્ટી દ્વારા દેશ વ્યાપી મેસ આંદોલનમાં વિદ્યાર્થી નેતા તરીકેની જવાબદારી સોંપી આંદોલનને સફળ બનાવ્યું હતું.

125 વાર રક્તદાન કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો
1975માં પાર્ટીમાંથી ગોપીપુરા વોર્ડ કન્વીનર તરીકે જવાબદારી સોપાઈ હતી.1981માં પ્રથમ કોર્પોરેશનની ટીકીટ મળી હતી ત્યારબાદ વર્ષ 2000 સુધી કોર્પોરેટર તરીકેની સતત 5 ટર્મ જવાબદારી નિભાવી હતી. ત્યારબાદ 2005થી ધારાસભ્ય અને સાંસદની ચૂંટણીમાં કન્વીનર તરીકેની કમાન સોંપાતી રહીને એ જવાબદારીને સફળતા પૂર્વક પાર પાડી પાર્ટીને મજબૂત બનાવતા આવ્યો હતો. આ વર્ષો દરમિયાન અનેક કુદરતી આપતીઓ પ્લેગ અને પૂર તથા કોરોના જોયા હતી. જેમાં લોકોની સેવાને જ મુખ્ય માની હતી .એક રાજકારણી તરીકે સૌથી વધુ વખત 125 વાર રક્તદાન કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.