ચેમ્બરની મેનેજિંગ કમિટીની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભરી દિધા છે પરંતુ 16 મેમ્બરોના ફોર્મ કેન્સલ કરાયા છે. ચેમ્બરે ચૂંટણીની તારીખ જાહેર કરતા ચૂંટણીમાં મેમ્બરો સક્રિય થઈ ગયા છે. સામાન્ય રીતે માજી પ્રમુખો દ્વારા ચૂંટણીમાં ઉભા રહેતા ઉમેદવારોને સમજાવીને ફોર્મ પરત ખેંચી લેવા સમજાવવામાં આવતા હતાં, જેથી ચૂંટણી થતી ન હતી. પરંતુ છેલ્લાં 2 વર્ષથી મેમ્બરોના ગજગ્રાહને લીધી ચૂંટણી યોજાઈ રહી છે.
આ વર્ષે ચૂંટણીમાં પ્રિમિયમ માટે ૩, પ્લેટિનમ માટે ૧, ગોલ્ડ માટે ૨, ચિફપેટ્રન માટે ૧૦, પેટ્રન માટે ૬ અને લાઈફ માટે ૪૫ જગ્યાઓ ખાલી પડી હતી. જેમાં પ્લેટિનમમાં ૧, ગોલ્ડમાં ૩, ચિફ પેટ્રનમાં ૧૨, પેટ્રનમાં ૬, લાઈફમાં ૧૧૯, પ્રિમિયમમાં ૩ અને રિજનલમાં ૮ ફોર્મ ભરાયા હતાં. પરંતુ ટેકો આપનાર ઉમેદ્દવારના નામમાં ખામી, સરનામામાં ભૂલ, ફોર્મમાં સહિ ન કરવી જેવા કારણોસર 16 ઉમેદવારોના ફોર્મ કેન્સલ કરવામાં આવ્યા હતાં. જેના કારણે ફોર્મ રદ્દ થયેલા ઉમેદવારોએ ચૂંટણી કમીટીને અરજી પણ કરી હતી. આવા ઉમેદવારોના ફોર્મ ફરી સ્વિકારવા કે નહીં તે બાબતે નિર્ણય લેવા માટે ચૂંટણી કમીટી મંગળવારના રોજ મિટિંગ કરી નિર્ણય લેશે. અને ત્યાર બાદ ૨૭મી માર્ચના રોજ ઈલેક્શન યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.