વિરોધ:ગ્રેડ પે સહિત મુદ્દે જંગલ ખાતાના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લાના 2500 કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા

બુધવારે સુરત જિલ્લાનાં આશરે 250 સહિત સુરત સર્કલનાં 2500 જેટલા વન રક્ષકો તથા વનપાલ અચકોક્કસ મુદ્તની હડતાળ ઉપર ઉતરી જતા જંગલખાતાની કામગીરી ઠપ્પ થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળની આગેવાનીમાં સમગ્ર રાજયનાં 7 હજાર જેટલા કર્મચારીઓએ વિવિધ મુદ્દે હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. હાલમાં વન વિભાગ દ્વારા ચોથા વર્ગનાં રોજમદારોને 1900નો ગ્રેડ પે મળી રહ્યો છે. જયારે ત્રીજા વર્ગનાં કર્મચારી એવા વનરક્ષકને 1800નો ગ્રેડ પે મળી રહ્યાનો કકળાટ કરાયો છે.

આ અંગે સુરત ઝોનનાં યુનિયન લિડર અનિલ કલસરિયાએ કહ્યું કે સમગ્ર રાજયનાં વન વિભાગનાં વન રક્ષકો તથા વનપાલનાં ગ્રેડ પે વધારો, રજા, અને રજા પગાર, તેમજ ભરતી અને બઢતીનાં લાભો માંટે અચકોક્કસ મુદ્તની હડતાળ ઉપર ઉતર્યા હતા.

જેમાં મહત્વની માંગણીમાં વનરક્ષકોને 2800નો ગ્રેડ પે, અને વનપાલને 4200નો ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે. કલસરિયાએ ઉમેર્યું કે દિવાળી, હોળી, રજાનાં િદવસોમાં પણ કર્મચારીઓ ફરજ બજાવતા હોવા છતા તેમને રજા પગારનો લાભ મળતો નથી, તેમજ ભરતી-બઢતીનો રેશિયો 1ઃ2, થી બદલીને 1ઃ3 કરવા માંગ સાથે સુરત િજલ્લાનાં 250 સહિત સુરત સર્કલનાં 2500 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા હોવાનું પણ તેમણે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...