નિર્ણય:કારણ વિના માલ રિટર્ન કરનારા બહારના વેપારી બ્લેકલિસ્ટ થશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત મર્કન્ટાઇલ એસો.ની બેઠકમાં નિર્ણય
  • દિલ્હી, યુપી, બિહાર અને સાઉથમાં સમસ્યા વધુ

સુરત બહારના વેપારીઓ ચોક્કસ કારણ વિના માલ રિટર્ન કરશે તો સુરતના વેપારીઓ તેને બ્લેક લિસ્ટ કરશે. આ અંગે સુરત મર્કન્ટાઈલ એસોસિએશનની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં સુરતના વેપારીઓ માટે રિટર્ન ગુડ્સ્ માથાના દુખાવો બની ગયું છે. બહારના ઘણા વેપારીઓ પેમેન્ટ સમયસર પણ આપતા નથી.

રવિવારે સુરત મર્કન્ટાઈલ એસોસિએશનની મિટીંગમાં વેપારીઓએ એકસૂરમાં કહ્યું કે, ‘દિલ્હી, યુપી, બિહાર, સાઉથના વેપારીઓ સમયસર પેમેન્ટ કરતા નથી. પેમેન્ટ મંગાય તો માલ રિટર્ન કરી દે છે.’ જેથી નિર્ણય લેવાયો હતો કે, આવા વેપારીને બ્લેક લિસ્ટ કરી વિગતો ગ્રુપમાં પણ ફેરવાશે.

150 દિવસ થઈ જવા છતાં પેમેન્ટ આપતા નથી
મર્કન્ટાઈલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુ કહે છે કે, ‘બહારના ઘણા વેપારીઓ 120થી 150 દિવસ થઈ જવા છતાં પેમેન્ટ આપતા નથી. ઉઘરાણી કરીએ તો ચોક્કસ કારણ વગર જ માલ રિટર્ન કરી દે છે. જેથી હવેથી આવા વેપારીઓને બ્લેકલિસ્ટ કરી દેવાશે અને તેમની વિગતો સ્થાનિક સોશિયલ મીડિયામાં પણ ફેરવાશે .’

અન્ય સમાચારો પણ છે...