શહેરમાં 350થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચર્સ છે, ત્યારે ઉદ્યોગકારો છેલ્લાં 4 વર્ષથી ફોરેન પોસ્ટ ઓફિસની માંગણી કરતા હતા. બુધવારે રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ફોરેન પોસ્ટ સેવાની શરૂઆત કરાશે. જેથી નાના-મોટા જ્વેલર્સને વિદેશથી મળતાં જ્વેલરીના ઓર્ડરની પોસ્ટ મારફતે ડિલિવરી સરળતાથી કરી શકાશે.
શહેરના જ્વેલરી સેક્ટરને આ સેવાનો સૌથી વધારે લાભ થશે. ખાનગી કુરિયર થકી જ્વેલરીની વિદેશમાં મોકલવામાં મોટા ખર્ચ થાય છે. ઘણી વખત તો જ્વેલરીની કિંમત કરતાં કુરિયરનો ખર્ચ વધી જાય છે. જેથી ઓર્ડર રદ્દ કરવાની નોબત આવે છે. આ સ્થિતિમાં ફોરેન પોસ્ટ સેવા શરૂ કરવા માંગણી હતી. શહેરના ડાયમંડ જ્વેલરી બનાવતાં મેન્યુફેક્ચર્સના એકમોને આ સેવા શરૂ થતાં હવે રાહત થશે.
ટેક્સટાઇલ ઉદ્યોગકારો કાપડનાં સેમ્પલો પણ મોકલી શકશે
સુરત કાપડ સેક્ટરનું હબ છે, કાપડ સમગ્ર દેશમાં મોકલવામાં આવે છે, પરંતુ સાથે સાથે વિશ્વના અલગ અલગ દેશોમાં પણ સુરતમાં બનેલી ટેક્સટાઈલ પ્રોડડક્ટને એક્સપોર્ટ કરવામાં આવે છે. ફોરેને પોસ્ટ સેવા થતાં સુરતના કાપડ ઉદ્યોગકારોને વિદેશમાં કાપડના સેમ્પલ મોકલવામાં સરળતા રહેશે.
જ્વેલર્સ તેમજ કાપડ ઉદ્યોગકારો વિશ્વના 139 દેશોમાં મિનિમમ ચાર્જ સાથે વિવિધ પાર્સલો મોકલી શકશે
જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે, ‘શહેરમાં ફોરેન ફોસ્ટ ઓફિસની તાતી જરૂર હતી. છેલ્લાં 4 વર્ષથી આ અંગે માંગણી કરવામાં આવી રહી હતી. હવે સુરતમાં જ્યારે ફોરેન પોસ્ટ ઓફિસ બનવા માટે જઈ રહી છે ત્યારે શહેરના 350 જેટલા જ્વેલરી મેન્યુફેક્ચર્સને રાહત થવાની છે. 139 દેશોમાં ન્યુન્યતમ ચાર્જીસ સાથે જ્વેલરી ઉપરાંત અન્ય ઉદ્યોગકારો પણ એક્સપોર્ટલક્ષી પાર્સલની ડિલિવરી કરી શકશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.