તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ પકડાયો:સુરતના પુણા કુંભારીયા-કડોદરા મેઇન રોડ પાસેથી રૂ.1.68 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બોલેરોના ગુપ્ત ખાનામાં હેરાફેરી કરતા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દારૂ સાથે ઝડપાયેલા બે આરોપી - Divya Bhaskar
દારૂ સાથે ઝડપાયેલા બે આરોપી

સુરતના પુણા કુંભારીયા-કડોદરા મેઇન રોડ, વેડછા પાટીયા, મંગલમ ગ્રેનાઇટની સામેથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સો મહિન્દ્રા બોલેરો ટેમ્પોના ગુપ્ત ખાનામાં દારૂની હેરાફેરી કરતા હતા. આ બન્ને શખ્સ પાસેથી રૂ.1,68,000ની કિંમતની ઇમ્પિરિયલ બ્લૂ વ્હીસ્કીની 1680 બોટલ તેમજ રૂ.5500ની કિંમતના બે મોબાઇલ ફોન તથા રૂ.3 લાખની મહિન્દ્રા બોલેરો મળી કુલ રૂપિયા 4,73,200નો મુદ્દામાલ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે પી.સી.બી. શાખા એ જણાવ્યું હતું કે, દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા અંગે પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે. જે સંદર્ભે બાતમી મળી હતી કે, ડીંડોલીની શ્રી રેસીડેન્સી ખાતે રહેતો વિજય પાટીલ નામનો શખ્સ મહારાષ્ટ્રથી સુરત મોટા પાયે ઇંગ્લીશ દારૂનો જથ્થો ફોર વ્હીલ ટેમ્પોમાં તેના માણસો દ્વારા હેરાફેરી કરાવી રહ્યો છે. દારૂનો મોટો જથ્થો મહારાષ્ટ્ર ખાતેથી ક્રિમ કલરનો મહિન્દ્રા બોલેરો (નં. GJ 26.7.203)માં ગુપ્ત ખાનામાં લોડીંગ કરાવી સુરત લવાઈ રહ્યો છે અને ટેમ્પો ચાલક થોડી જ વારમાં કુંભારીયા કડોદરા મેઇન રોડ, વેડછા પાટીયા પાસેથી પસાર થઇ સુરતમાં પ્રવેશ કરવાનો હોવાની પાક્કી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ટેમ્પોને પકડી પાડ્યો હતો.

વધુમાં જાણવા મળ્યું હતું કે ટેમ્પો ચાલક મધ નામદેવ સોનવણી(ઉ.વ. 30, (રહે નં.108, સાઇ રેસીડેન્સી એપાર્ટમેન્ટ કરાડવા સેડ ડિંડોલી મુળ વતન બનેગામ, તા. સાકરી મહારાષ્ટ્ર), જયેશ ધનરાજ પાટીલ ઉવાકર (રહે આસપાસનગર વિભાગ-1 સંજયનગર પોલીસ ચોકીની બાજુમાં, લિંબાયત, મૂળ વતન પીપરાડેગામ તા.જ.જલગાંવ મહારાષ્ટ્ર) જેમના મહિન્દ્રા બોલેરોમાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી 1680 બોટલ દારૂ મળી આવ્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે દારૂનો જથ્થો સપ્લાય કરનાર આરોપી વિજય પાટીલ રહે. શ્રી રેસીડેન્સી, મધુરમ સર્કલની બાજુમાં ડિંડોલી અને દારૂનો જથ્થો મંગાવનાર વિ.કે. માવડીયો ઉત્તમભાઇ જાવરેને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...