તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત થાઈ સ્પા ગર્લ મર્ડર:સીમકાર્ડ અને લૂંટેલી રોકડ રિકવર કરવા વિદેશી હત્યારી બે દિવસના રિમાન્ડ પર

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપી એડાની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપી એડાની ફાઈલ તસવીર
  • પોલીસે એડાની વધુ તપાસ માટે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા
  • વનિડાને સળગાવવા ઉપયોગમાં લેવાયેલા સાધનો પણ કબજે લેવાના બાકી

થાઇલેન્ડની યુવતી વનિડા ઉર્ફે મિમ્મીની હત્યામાં સંડોવાયેલી આરોપી વિદેશ હત્યારી આઇડાને મંગળવારે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાઇ હતી જ્યાં પોલીસે આરોપી તપાસમાં સહકાર આપતી ન હોય ગોળ-ગોળ ફેરવતી હોવા સહિતના કારણો રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, દલીલો બાદ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકારી વકીલ સૌરભ ચૌહાણની દલીલ હતી કે આરોપીએ બે મોબાઇલના સીમકાર્ડ ગાયબ કરી દીધા છે જે મેળવવાના છે ઉપરાંત હત્યા બાદ રોકડાં પણ લુંટયા હોવાની શક્યતા છે. જે રકમ કબજે કરવાની છે. હત્યા સમયે અન્ય કોણ-કોણ હાજર હતાં એની પણ તપાસ કરવાની છે.

કેસની વિગત મુજબ મગદલ્લા રહેતી અને સ્પામાં કામ કરતી મૂળ થાઇલેન્ડની 26 વર્ષીય વનિડાને તા. છઠ્ઠી સપ્ટેમ્બરે કોઈકે સળગાવીને મોતને ઘાટ ઉતારી હતી. સીસીટીવી, અન્ય સાંયોગિક પુરાવા અને સાહેદના એકિટવ રોલના લીધે પોલીસે મૂળ થાઇલેન્ડની જ અનન્ડા ઉર્ફે એડાની ધરપકડ કરી હતી.

થાઇલેન્ડમાં નોંધાયેલા ગુનાની તપાસ થશે
- જે રીતે હત્યા કરવામાં આવી છે તે જોતા હાલની આરોપી સિવાય અન્ય સહ આરોપીની સંડોવણી હોવાની પુરેપુરે શક્યતા છે.
- મહિલાના સળગાવવા માટે કયા સાધનોનો ઉપયોગ થયો છે તેની તપાસ કરી તેવા સાધનો કબજે કરવાના છે.
- મહિલાની હત્યા દરમિયાન આરોપીએ જે મોબાઇલ લૂંટયા છે તે કબજે કરાયા છે, પરંતુ સીમકાર્ડ મળ્યા નથી.
- આરોપીને સાથે રાખી તેની કોલ ડિટેઇલના આધારે પુછપરછ કરવાની છે
- લુંટના મોબાઇ અને ચેઇન કબજે કરાઈ છે પરંતુ રોકડ પણ લુંટયા હોવાની શક્યતા છે જે કબજે કરવાના છે.
- થાઇલેન્ડમાં જે ગુનાઓ નોંધાયા છે તેની પણ વિગતો મેળવવાની છે
- આરોપી મહિલાએ તપાસમાં કોઈ સહકાર આપ્યો નથી. ગુનાના મૂળ સુધી પહોંચવા રિમાન્ડ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...