સરકારની ગાઇડલાઇન:રસી માટે વિદ્યાર્થીએ વિદેશની કોલેજનો લેટર આપવો પડશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશ જતાં વિદ્યાર્થીઓ માટે નોંધણી શરૂ
  • પ્રથમ દિવસે 385 વિદ્યાર્થીએ નોંધણી કરાવી

વિદેશ જતાં વિદ્યાર્થીઓને રસી મળી રહે તે માટે પાલિકાએ શુક્રવારે બપોરે 12 વાગ્યાથી રજિસ્ટ્રેશનની શરૂઆત કરી દીધી છે. પ્રથમ દિવસે કુલ 385 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યંુ હતું. વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન માટે પાલિકાએ ‘એસએમસી અબ્રોડ સ્ટુડન્ટ વેક્સિનેશન’ નામની ખાસ લિંક બનાવી છે. રજિસ્ટ્રેશન સમયે વિદ્યાર્થીઓએ જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે. વિદ્યાર્થીઓએ વિદેશની કોલેજનો એડમિશન લેટર અથવા તો કન્ફર્મેશન લેટર, આઇ-20, ડીએચએસ-160 જેવા પુરાવા દર્શાવવાના રહેશે. આ સાથે સરકાર માન્ય ઓળખપત્ર જેમ કે આધાર કાર્ડ, વોટિંગ કાર્ડ પણ રજૂ કરવાના રહેશે. રજિસ્ટ્રેશન બાદ સરકારની ગાઇડલાઇન પ્રમાણે સુરત પાલિકા વિદ્યાર્થીઓને વેક્સિનેશન સેન્ટરની જાણ SMSથી કરશે.

રજિસ્ટ્રેશન માટે શું જોઇશે

  • પાલિકાની વેબસાઇટ http://tinyurl.com/SMCAbroad StudentUaccination પર જવું.
  • જરૂરી પુરાવાઓ આઈ-20 અથવા ડીએચએસ-160, કોલેજ અથવા યુનિવર્સિટીનો એડમિશન કન્ફર્મેશન લેટર, ઓળખનો પુરાવો રજૂ કરવાનો રહેશે.
અન્ય સમાચારો પણ છે...