• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • For The Second Year In A Row, Thousands Of Businessmen Have Been Hit By A Rs 24 Crore Ban On Public Navratri Events In The City.

મુશ્કેલી:સતત બીજા વર્ષે શહેરના જાહેર નવરાત્રિ આયોજનો સામે પ્રતિબંધ લાગતાં હજારો ધંધાર્થીઓને 24 કરોડનો ફટકો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક મોટા આયોજન પાછળ સરેરાશ ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ
  • રાજ્ય સરકારે ફક્ત શેરી, સોસાયટીઓ તથા એપાર્ટમેન્ટોને જ જાહેર ગરબાની પરવાનગી આપતાં મુશ્કેલી
  • એક મોટા આયોજન પાછળ 300થી વધુ લોકોને રોજગારી, ઘણા ધંધાર્થીઓ માટે તો નવરાત્રિ જ રોજીરોટીનું સાધન

સરકારની ગાઈડલાઈન પ્રમાણે ફક્ત શેરી અને સોસાયટીમાં જ ગરબાને પરવાનગી છે. પ્રોફેશનલ આયોજનોને પરવાનગી મળી નથી. શહેરમાં દર વર્ષે 4 જેટલાં મોટાં આયોજનો પાછળ અંદાજે 9થી 10 કરોડનો ખર્ચ કરવામાં આવે છે, જેના કારણે હજારો લોકોને રોજગારી મળે છે.

સરેરાશ 3 કરોડથી વધુના એક મોટા આયોજન પાછળ 8થી 10 એજન્સી અને 400 લોકોની ટીમ સંકળાયેલી હોય છે, જેમાં મ્યુઝિક સિસ્ટમ, લાઈટિંગ, ડેકોરેશન, સિક્યોરિટી, ઈવેન્ટ ઓર્ગેનાઈઝર, ખાણી-પીણી જેવા અનેક ધંધાના લોકો રોજી મેળવતા હોય છે. સતત બીજા વર્ષે શહેરનાં મોટાં આયોજનો રદ થતાં આવા હજારો ધંધાદારીઓને કુલ 24 કરોડ રૂપિયાનો ફટકો પડશે, જેમાં 10 મધ્યમ કદના આયોજનોનો પણ સમાવેશ થાય છે.

સાઉન્ડ વેન્ડરથી લઈને ટેક્નિશયન તેમજ ટ્રાન્સપોર્ટરોને પણ અસર
હવે નવેમ્બરથી શરૂ થતી લગ્ન સિઝન ઉપર મદાર

મ્યુઝિક અને સાઉન્ડ બિઝનેસ ધરાવતા કૌશિક જોષી કહે છે, લાઈવ ઓરકેસ્ટ્રામાં અમારી સિસ્ટમ લાગતી હતી. આ વખતે કોઈ જ ઓર્ડર ન હોવાથી અમારી ટીમ ફ્રી છે. સાઉન્ડ વેન્ડરથી લઈને, ટેક્નિશયન તેમજ ટ્રોન્સપોર્ટરો પણ ફ્રી છે. દર વર્ષે અમારું દોઢ લાખ આસપાસનું બજેટ હોય છે જેમાં 60 હજાર ટીમ મેમ્બર્સના હોય છે. નવેમ્બરથી લગ્ન સિઝન શરૂ થતાં રીકવર થશે તેવી આશા છે.

આ વખતે સોસાયટીમાં પણ મોટું આયોજન નથી
મંડપ-ડેકોરેટરનો વ્યવસાય કરતા રુષિક પરમાર કહે છે, ડેકોરેશન સાથે 25થી 30ની ટીમ જોડાયેલી હોય છે. 5થી 50 લાખ સુધીનું ડેકોરેશન થતું હોય છે. જો કોઈ મોટી સોસાયટી હોય તો તેઓ ડેકોરેશન પાછળ 20થી 25 લાખનો ખર્ચ કરતા હતા. દોઢ વર્ષથી અમારી પરિસ્થિતિ ખોટની જ છે. આ વર્ષે કોઈ સોસાયટીમાં પણ એટલું મોટું આયોજન કરવાનું શક્ય બન્યું નથી.

10 એજન્સીના 4 હજાર જેટલા સ્ટાફને અસર
ઈવેન્ટ ઓર્ગેનાઈઝર મિતુલ લાઠીયા કહે છે, દર વર્ષે અમે શહેરની સૌથી મોટી નવરાત્રિનું આયોજન કરતા હતા. જે માટે 8થી 10 એજન્સીઓ જોડાયેલી હોય છે. જેમાં આશરે 400ની ટીમ કામ કરે છે. અમુક માટે તો નવરાત્રિ જ કમાવવાનું સાધન છે. જેમાં આખા વર્ષની કમાણી કરી લે છે. પરંતુ મોટા આયોજન રદ થતા છેલ્લા દોઢ વર્ષથી તેમને કોઈ ખાસ કમાણી થઈ નથી.

અન્યોની જેમ મેં પણ 50 ટકા સ્ટાફ ઓછો કર્યો
સિક્યોરિટી બિઝનેસ કરતા લોરેન્સ વિલિયમ કહે છે, આ વર્ષે તો કોઈ મોટું આયોજન નથી. જેથી કોઈ સેલિબ્રિટી પણ આવશે નહિં. ઘણી કંપનીએ માણસોને છૂટા કરી દીધા છે. મારી કંપનીમાંથી પણ 50 ટકા સ્ટાફને છૂટો કરવો પડ્યો. એક મોટા આયોજનમાં 150થી 200 ગાર્ડસ અને બાઉન્સરને રોજી મળતી હતી. 1 બાઉન્સરને 10 દિવસમાં 20 હજારની રોજી મલે છે.

અન્ય સમાચારો પણ છે...