કોરોના સુરત LIVE:સતત બીજા દિવસે ગ્રામ્ય વિસ્તારમાં 1 નવો કેસ નોધાયો, એક્ટિવ કેસ વધીને 2 થયાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના કેસમાં ઘટાડો થતા તબીબો પણ હાશકારો અનુભવી રહ્યા છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના કેસમાં ઘટાડો થતા તબીબો પણ હાશકારો અનુભવી રહ્યા છે. (ફાઈલ તસવીર)
  • અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કુલ 205013 કેસ નોંધાયા

સુરત શહેર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર કાબૂમાં આવી ગઈ છે. વિતેલા 24 કલાકમાં ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં 1 કેસ સામે આવ્યો છે. જ્યારે શહેરી વિસ્તારમાં એક પણ કેસ નોધાયો નથી. જ્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તાર પણ સંક્રમણ મુક્તિ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે છેલ્લા અઠવાડિયામાં બે દિવસ જ એક-એક નોંધાયા છે. છેલ્લા 39 દિવસથી એકપણ દર્દીનું મોત થયું નથી. જ્યારે એક્ટિવ કેસ ઘટીને માત્ર 2 જ રહ્યા છે. એક્ટિવ કેસ પૈકી એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.

બે લાખથી વધુ કોરોનાથી સ્વસ્થ થયા
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 205013 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કુલ 2240 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં 1 એક્ટિવ કેસ છે. ડિસ્ચાર્જનો આંકડો 2 લાખને પાર કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોનામુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી 202771 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેમાંથી જિલ્લાના 42260 લોકોનો સમાવેશ થાય છે.

પોઝિટિવિટી રેટ ઘટ્યો
હાલમાં કોવિડ પોઝિટિવિટી રેટ માત્ર 0.00 ટકા જ છે. જાન્યુઆરીમાં કોરોનાના કેસ પીક પર હતા ત્યારે પોઝિટિવિટી રેટ 15 ટકા પહોંચી ગયો હતો. છેલ્લા દિવસોમાં પોઝિટિવિટી રેટ ઘટીને 0.00 ટકા થઇ ગયો છે. ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજ 3 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી કેસ સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા હતા.