તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:આગામી 5 દિવસ તાપમાન 32થી 36 ડિગ્રી વચ્ચે રહેશે, શહેરીજનોને ગરમીથી રાહતના એંધાણ

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોટા વરાછા નજીક તાપી કાંઠેથી ચોમાસા જેવા કાળા વાદળો છવાયા હતા. - Divya Bhaskar
મોટા વરાછા નજીક તાપી કાંઠેથી ચોમાસા જેવા કાળા વાદળો છવાયા હતા.

શહેરમાં આગામી 5 દિવસ સુધી 32થી 36 ડિગ્રી વચ્ચે ગરમી રહેશે અને દક્ષિણ-પશ્ચિમ દિશા તરફથી 12થી 17 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવનો ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેથી એપ્રિલના પહેલા વીકમાં ગરમીથી શહેરીજનોને રાહત મળવાની શક્યતા છે. જોકે, ત્યારબાદ શહેરમાં તબક્કાવાર ગરમીનું પ્રમાણ વધતું જશે. ઉત્તર દિશાથી ગરમ પવનો ફૂંકાવાના શરૂ થયા બાદ પારો વધતો જશે.

ગુરુવારે શહેરનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું છે. ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.8 ડિગ્રીનો વધારો થયો છે. જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત છે. દક્ષિણ-પશ્ચિમ દિશાથી 9 કિ.મીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 87 ટકા અને સાંજે 60 ટકા રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો