ફેરફાર:પહેલીવાર ડુમસ ઓવારે વિસર્જન બંધ, કાદી ફળિયાનું કૃત્રિમ તળાવ એકમાત્ર વિકલ્પ રહેશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરના 7 ઝોનમાં 19 કૃત્રિમ તળાવ બનાવાયાં, 2380 મંડળોએ ઓનલાઇન પરમિશન માંગી
  • ડુમસ, ભીમપોર, ગવિયર, સુલતાનાબાદ, મગદલ્લા બંદરની મૂર્તિઓ માટે કરાયેલો ફેરફાર

પહેલીવાર ગણેશ વિસર્જનમાં ડુમસ ઓવારા પર મૂર્તિ વિસર્જન કરી શકાશે નહિ. માત્ર ડુમસ-ભીમપોર-ગવિયર-સુલતાનાબાદ-મંગદલ્લા બંદરની મૂર્તિઓને કાંદી ફળિયાના કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરી શકાશે. વિસર્જન માટે 7 ઝોનમાં 19 કૃત્રિમ તળાવો બનાવાયા છે. અત્યાર સુધીમાં 2380 ગણેશમંડળોએ ઓનલાઇન પરમિશન માંગી છે. આ વખતે પોલીસ બંદોબસ્તમાં ચાંપતી નજર રાખવા ડ્રોન કેમેરા પણ ઉડાવશે.

ગણેશ વિસર્જનમાં ડ્રોનથી વોચ રખાશે, ટ્રાફિક ખુલ્લો રાખવા ઘણા રોડને ડાયવર્ટ કરાયા
બંધ કરેલા માર્ગો : દિલ્હીગેટથી ચોક સુધીનો રાજમાર્ગ તથા આંતરિક રસ્તા અન્ય વાહનો માટે બંધ
વૈકલ્પિક માર્ગ: દિલ્હીગેટથી લીનીયર, ફાલસાવાડી સર્કલ, રિંગરોડ થઈ જશે. રાજમાર્ગ ઉપર ખુલતી ગલીઓના વાહન આંતરિક રસ્તા તથા ચૌટા બજાર બ્રિજ નીચેથી બન્ને તરફ જઈ શકશે.
બંધ કરેલા માર્ગો : ચોકથી હોપપુલ (નહેરૂબીજ) થઈ શીતલ ચાર રસ્તા સુધીનો રસ્તો વિસર્જન સિવાયના વાહનો માટે બન્ને સાઇડ પર પ્રતિબંધ રહેશે
વૈકલ્પિક માર્ગ: મક્કાઈપુલ તથા સરદારબ્રિજ જીલાણી બ્રિજનો ઉપયોગ કરી કતારગામ રાંદેર અને રિંગરોડ તરફ જઈ શકશે.
બંધ કરેલા માર્ગો : ભાગળથી નવસારી બજાર સુધીનો રસ્તો અન્ય વાહનો માટે બંધ રહેશે
વૈકલ્પિક માર્ગ: આ વાહનો નવસારી બજાર ચાર રસ્તાથી હનુમાન ચાર રસ્તા ગોપીપુરા ચોકી, ખપાટીયા ચકલા, ચૌટાપુલ નીચે થઈ નાણાવટ થઈ મુગલીસરા તરફ જશે
બંધ કરેલા માર્ગો : લટુરીયા ચોક (ભગવાનનગર ચોક)થી સરથાણા જકાતનાકા તરફ આવતો રસ્તો.
વૈકલ્પિક માર્ગ: આ વાહનો લટુરીયા ચોકથી ભગવાનનગર સોસાયટીમાં થઈ સીમાડા ચાર રસ્તા જઈ શકશે. લટુરીયા ચોકથી વીટીનગર થઈ નવજીવન સર્કલ થઈ સરથાણા જકાતનાકા તરફ જઈ શકશે.

  • બંધ કરેલા માર્ગો : ભરીમાતા મંદિરથી કોઝવે તરફ આવતા-જતા રસ્તા ગણપતિ વિસર્જન સિવાયના અન્ય વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
  • વૈકલ્પિક માર્ગો : વિસર્જન સિવાયના વાહનો માટે પંડોળથી ફુલવાડી રોડ થઈ જિલાની બ્રિજ તરફ અવર-જવર કરવા માર્ગો ખુલ્લા રખાશે.
અન્ય સમાચારો પણ છે...