• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • For The First Time Since The Corona Period, 70,000 Passengers Were Registered At The Railway Station, With Cameras Set Up At 85 Places And Watchrooms Set Up.

ભાસ્કર વિશેષ:રેલવે સ્ટેશન પર કોરોનાકાળ બાદ પહેલીવાર 70 હજાર યાત્રી નોંધાયા, 85 સ્થળે કેમેરા મુકી વૉચરૂમ બનાવાયો

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માર્ચ-2020માં ટ્રેનો રદ કરી જૂનથી કેટલીક ફરી શરૂ કરાઈ હતી

કોરોનાને લીધે રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો હતો. જોકે હવે ફરી સંખ્યા વધી રહી છે. હવે રોજના 70000 મુસાફરોની અવર જવર નોંધાઇ રહી છે. ગત વર્ષે 22 માર્ચે ટ્રેનો થંભી ગઈ હતી. જૂન 2020માં મર્યાદિત ટ્રેનો ફરી પાટે ચડી હતી.

જોકે હવે મુસાફરોની સંખ્યા 70000 સુધી પહોંચી ગઈ છે. સુરત આવતા અને જતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. હવે જ્યારે દિવાળી અને છઠપૂજા જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં સ્ટેશન પર મુસાફરોની અવરજવર 1 લાખનો આંકડો પાર કરે એવી શક્યતા જોવાઇ રહી છે.

વોચરૂમમાં બે કર્મચારીઓ 24 કલાક બેસીને લોકોની ગતિવિધિઓ પર બાજ નજર રાખશે
રેલવે સ્ટેશન પર આરપીએફ ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી સિસ્ટમની મદદથી કન્ટ્રોલ રૂમમાં બેસીને 85 સીસીટીવી કેમેરાની મદદથી તમામ હિલચાલ પર નજર રાખશે. આરપીએફ ફેસ રિકોગનાઇઝડ કેમેરાનો પણ ઉપયોગ કરશે. જૂના કેમેરા હટાવી હાઈટેક સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે. પહેલા ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી કન્ટ્રોલ રૂમ ન હતો. હવે 2 કર્મચારીઓ આખો દિવસ સ્ક્રીનની સામે જ બેસી રહી રેલવે સ્ટેશનની તમામ ગતિવિધિ પર નજર રાખશે.

પાર્સલ ઓફિસ પણ રડારમાં
જૂના કેમેરાની નજર પાર્સલ કાર્યાલય સુધી પહોંચતી ન હતી. જેથી ફૂટેજ મેળવવા મુશ્કેલ થઈ જતા હતા. અમુક ઘટનામાં તો ગુનેગાર આનો લાભ લઈ પાર્સલ ઓફિસ તરફથી છૂમંતર થઈ જતા હતા અને સબૂતના અભાવે બચી જતા હતા. જે શકયતા પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે. ફેસ રિકોગનાઈઝ્ડ સિસ્ટમથી હવે આવા ગુનેગારોનું બચવું મુશ્કેલ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...