તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • For The First Time Since February In Surat, Only 3 Thousand People Will Get Vaccine In One Day, Today Free Vaccine Will Not Be Available

રસીના મહા અભિયાનનો ફ્લોપ શો:સુરતમાં ફેબ્રુઆરી પછી પહેલી વખત એક દિવસમાં માત્ર 3 હજારને વેક્સિન, આજે મફત રસી નહીં મળે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરમાં મંગળવારે ઘણા વેક્સિન સેન્ટરો બંધ રહ્યા હતા, જ્યાં વેક્સિન સેન્ટરો ચાલુ હતા ત્યાં લોકોની વધુ ભીડ જોવા મળી હતી. પાલનપોરના સેન્ટર ઉપર મોટી સંખ્યામા રસી લેવા લોકો લાઈનમાં ઉભા રહ્યા હતા. - Divya Bhaskar
શહેરમાં મંગળવારે ઘણા વેક્સિન સેન્ટરો બંધ રહ્યા હતા, જ્યાં વેક્સિન સેન્ટરો ચાલુ હતા ત્યાં લોકોની વધુ ભીડ જોવા મળી હતી. પાલનપોરના સેન્ટર ઉપર મોટી સંખ્યામા રસી લેવા લોકો લાઈનમાં ઉભા રહ્યા હતા.
  • 3205 લોકોએ કોવિશિલ્ડ અને 632એ કોવેક્સિન મુકાવી, ખાનગીમાં 701 લોકોએ રસી લીધી, 45એ સ્પૂટનિક રસી લીધી
  • રસીનો જથ્થો ઓછા આવતા મંગળવારે માંડ 3837 લોકોને જ રસી અપાઈ!

મહાપાલિકાએ મંગળવારે માંડ 3837 ને જ રસી આપી છે. જ્યારે બુધવારે તો તમામ રસીકરણ કેન્દ્રોની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે. મંગળવારે ફેબ્રુઆરી પછી સૌથી ઓછી રસી અપાઇ હતી.

તંત્ર પાસે પૂરતો સ્ટોકનો અભાવ હોઈ બુધવારે રસીકરણ જ બંધ રખાયું છે. સ્થિતિ એવી છે કે બુધવારે સાંજ સુધીમાં જો સ્ટોક આવશે તો ગુરુવારે લોકોને રસી મળી શકશે. રસી અંગે લોકોમાં જાગૃતિ વધી છે. સરકારે સ્પોટ રજિસ્ટ્રેશનનો નિર્ણય લીધો પરંતુ રસીનો જથ્થો જ ખૂટી પડ્યો છે! તેથી પૂરતી સપ્લાય થઈ રહી નહી હોય લાઇનમાં ઉભા રહેતાં લોકોએ હાલાકી સહન કરવાનો વખત આવ્યો છે. એટલું જ નહીં લાઈનોમાં ઉભા રહેવા છતાં પણ રસી મળતી નથી. મંગળવારે તો માંડ 3837 લોકોને રસી મળી છે. તેમાં, કોવિશિલ્ડનો ડોઝ 3205 અને કોવેક્સિનનો ડોઝ 632એ મુકાવ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં કોવિશિલ્ડ રસીનો ડોઝ 656એ લીધો છે તો સ્પૂટનિક રસી 45એ લીધી છે. તેથી કુલ રસીકરણ 4538ને થયું હોવાનું આરોગ્ય ખાતાએ નોંધ્યું છે. તેમાં, સરકાર દ્વારા સિવિલ, સ્મીમેર, સહિતના સેન્ટરો પર મળી કુલ 3837ને રસી મળી છે. કુલ 4538 રસીમાં ફર્સ્ટ ડોઝ 2555 અને બીજો ડોઝ 1983એ મુકાવ્યો છે.

કોરોનાના વધુ 9 કેસ પોઝિટિવ, એક પણ દર્દીનું મોત નહીં, 19 સાજા થયા
શહેરમાં 09 અને જિલ્લામાં 00 કેસ સાથે મંગળવારે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 09 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાના કુલ 143315 કેસ નોંધાયા છે. મંગળવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2112 થયો છે. મંગળવારે શહેરમાંથી 12 અને જિલ્લામાંથી 07 દર્દી મળી 19 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141091 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 112 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...