તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • For The First Time Since February, 80 Cases Were Reported In The City, 96% In Private, 92% In Civil And 86% In Schmeier Hospital.

રાહત:ફેબ્રુઆરી પછી પહેલીવાર શહેરમાં 80 કેસ, ખાનગીમાં 96%, સિવિલમાં 92% જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 86% બેડ ખાલી

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોનાની બીજી વેવમાં કેસ વધતાં હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને બેડ ખૂટી પડ્યા હતા. હાલ કેસમાં ઘટાડો થતાં હાંફી ગયેલા વેન્ટિલેટરોને કેટલાક દિવસોથી આરામ મળ્યો છે. - Divya Bhaskar
કોરોનાની બીજી વેવમાં કેસ વધતાં હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને બેડ ખૂટી પડ્યા હતા. હાલ કેસમાં ઘટાડો થતાં હાંફી ગયેલા વેન્ટિલેટરોને કેટલાક દિવસોથી આરામ મળ્યો છે.
  • સ્ટેમસેેલ બિલ્ડિંગ કોવિડ માટે બંધ કરાઈ, જિલ્લામાં 57 કેસ, કુલ 3 દર્દીના મોત

શહેરમાં ૩ મહિના બાદ પોઝિટિવ કેસની સંખ્યા ઘટીને 80 થઇ છે. ગત તા.2 માર્ચના રોજ શહેરમાં 81 પોઝિટિવ કેસ હતા. ગુરુવારે શહેરમાં 80 અને જિલ્લામાં 57 કેસ સાથે શહેર જિલ્લામાં વધુ 137 કેસ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના કેસની કુલ સંખ્યા 141505 થઈ છે.

ગુરુવારે શહેરમાંથી 01 અને જિલ્લામાંથી 02 મળી શહેર જિલ્લામાં વધુ 03 કોરોનાના દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ સાથે કુલ મૃતાંક 2079 થઈ ગયો છે. તેની સામે ગુરુવારે શહેરમાંથી 184 અને જિલ્લામાંથી 173 મળી 357 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા અપાઇ છે. અત્યાર સુધીમાં કુલ 136560 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુરુવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2866 થઈ ગઈ છે.

બીજી વેવમાં સિવિલમાં 1400 જેટલા દર્દીઓ દાખલ હતા, હાલ 134 દાખલ
પહેલી વેવ : શહેર અને જિલ્લાના મળીને સૌથી વધુ 333 કેસ કોરોના પોઝિટિ‌વના નોંધાયા હતા. પહેલી વેવના સમયકાળમાં કિડની બિલ્ડીંગ તૈયાર હોવા છતાં તેમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની જરૂર પડી ન હતી.

બીજી વેવ : સૌથી વધારે 2400થી વધુ કેસ સામે આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સ્ટેમસેલ બિલ્ડીંગ, કિડની બિલ્ડીંગ અને સિવિલ હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં મળીને 1400થી વધુ દર્દીઓ દાખલ હતા. જે હાલ ઘટીને કોરોનાના દર્દીઓની સંખ્યા 134 થઈ ગઈ છે.

70 ટન ઓક્સિજનની સામે વપરાશ 10 ટન સુધી પહોંચ્યો
બીજી વેવમાં ઓક્સિજનની જરૂરવાળા દર્દીઓની સંખ્યા વધુ હોવાથી ઓક્સિજનનો વપરાશ 70 ટન પહોંચી ગયો હતો. ઓક્સિજનનો પુરવઠો મળતો બંધ થઈ જતા એક સમયે દર્દીઓને દાખલ કરવાનું બંધ કરવાની પણ સિવિલ તંત્રને ફરજ પડી હતી. બંને કોવિડ હોસ્પિટલની ઓપીડી પણ બંધ કરી દેવામાં આવી હતી. જોકે તેની સામે હવે દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થતા ઓક્સિજનની ખપત પણ ઓછી થઈ ગઈ છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની ખપત ઘટીને 10 ટન પર પહોંચી ગઈ છે.​​​​​​​
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...