• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • For The First Time Since Corona, 50 People Have Filed An Eye Donation Letter Together, So Far 27,000 People Have Received Eyes

ભાસ્કર વિશેષ:કોરોના પછી પ્રથમ વાર એકસાથે 50એ નેત્રદાન સંકલ્પ પત્ર ભર્યા, અત્યાર સુધીમાં 27 હજાર લોકોને આંખો મળી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકદ્રષ્ટિ બેંકના માધ્યમથી અત્યાર સુધી 2 લાખ લોકોએ નેત્રદાન સંકલ્પ પત્ર ભર્યા

ભારતભરમાં સેવા ક્ષેત્રે સૌથી વધુ જાગૃતિ સુરત શહેરમાં જોવા મળે છે.રક્તદાન હોય, ઓર્ગન ડોનેટ હોય, દેહ દાન હોય, નેત્રદાન હોય કે પછી કોઇપણ પ્રકારની સેવા હોય સુરત હંમેશાં મોખરે રહ્યું છે. ત્યારે સુરત દ્વારા કોર્નિયા અંધત્વ નિયંત્રણ ભારત અભિયાન અંતર્ગત અડાજણ જ્યોતિન્દ્ર દવે ગાર્ડન ખાતે સદભાવના ટ્રસ્ટ દ્વારા યોજાયેલા કેમ્પમાં 50 લોકોએ એક સાથે નેત્રદાન સંકલ્પ પત્ર ભર્યા હતા.

લોકદષ્ટિ ચક્ષુબેંકના પ્રમુખ ડૉ. પ્રફુલ શિરોયાએ જણાવ્યું કે, લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અને વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓના પ્રયાસથી છેલ્લા 20 વર્ષથી સુરત શહેરમાં ચક્ષુદાન અંગે ખુબ જ જાગૃતિ જોવા મળે છે. પરંતુ કોરોના મહામારીને લીધે છેલ્લા 2 વર્ષથી ચક્ષુદાન જાગૃતિ પ્રવૃત્તિમાં ઓછું કામ થયું હતું. પરિસ્થિતિ નોર્મલ થતા ફરીથી હવે ઘણા બધા ગ્રુપ જાગૃત થઈ રહ્યા છે. તેમાં પ્રથમ વખત અડાજણના જ્યોતિન્દ્ર દવે ગાર્ડનમાં એક સાથે 50 લોકોએ ચક્ષુદાન જાગૃતિનો સંકલ્પ ધુળેટીના દિવસે કર્યો હતો.

ફોર્મ ભરવા માટે પરિવારની મંજૂરી લેવી વગેરે ફોર્માલીટીના કારણે 25 માર્ચ ગુરુવારે 50 લોકોએ ફોર્મ ભરીને પરત કર્યા હતા. લોકદ્રષ્ટિબેંકના માધ્યમથી અત્યાર સુધીમાં 2 લાખ લોકોએ નેત્રદાન સંકલ્પો ભર્યા છે અત્યાર સુધીમાં 40 હજાર આંખોનું દાન મેળવ્યું છે તેમાંથી 27000 જેટલા લોકોને દેખતા કર્યા છે. તે ઉપરાંત રિસર્ચ માટે અથવા અન્ય પ્રકારે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે અને મેડિસિન માટે આંખનો ઉપયોગ થતો હોય છે. સમાજના મેળાવડા, સ્નેહમિલનો,સમૂહલગ્નમાં લોકો નેત્રદાન સંકલ્પ માટે આગળ આવે છે.

સંકલ્પ કર્યો ન હોય તો પણ મૃત્યુ બાદ નેત્રદાન શક્ય
અડાજણના જ્યોતિન્દ્ર દવે ગાર્ડનમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા યોજાયેલા કેમ્પમાં 50 લોકોએ એક સાથે નેત્રદાન સંકલ્પ પત્ર ભર્યા હતા. આંખનું દાન માણસના મૃત્યુ પછી કરવામાં આવતું હોય છે પરંતુ તે પૂર્વે તેમનો સંકલ્પ અને તેમના પરિવારજનોની મંજૂરી લેવાતી હોય છે. કદાચ કોઈ વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી સંકલ્પ ન કરી શક્યા હોય અને મૃત્યુ બાદ તેમના પરિવારજનો ઇચ્છે તો પણ નેત્રદાન કરી શકે છે. અમુક પ્રકારની બીમારીને બાદ કરતા તાજા જન્મેલા બાળકથી લઈને 100 વર્ષના વૃદ્ધ સુધી કોઇપણનું મૃત્યુ થાય ત્યારે નેત્રદાન કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...