ઉપરવાસમાં ભારે વરસાદ:2006 પછી પહેલી વાર ઉકાઈ ડેમની સપાટી 345.31 ફૂટ થઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપાટી વધતાં 98 હજાર ક્યુસેક પાણી છોડાયું

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમની સપાટી રૂલ લેવલ કરતા વધુ 345.31 પર પહોંચી છે. 2006ના પુર બાદ પહેલીવાર ડેમની સપાટી રૂલ લેવલ કરતા ઉપર નોંધાય છે.

બંગાળની ખાડીમાં ઉદ્દભવેલા પ્રેશરના કારણે ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલા વરસાદના કારણે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારની રાત સુધી ઉકાઇ ડેમની સપાટી 345.1 ફૂટ પર હતી જોકે રાત્રે ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ડેમમાં પાણીની આવક 16000 ક્યુસેક થી વધીને 83928 ક્યુસેક થતા ઉકાઇ ડેમની સપાટી સડસડાટ વધી હતી. બપોરે બે વાગ્યા સુધીમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક 112098 ક્યુસેક પર પહોંચી જતા ડેમની સપાટી 345.31 ફૂટ પર પહોંચી ગઈ હતી ડેમ સત્તાધીશો દ્વારા પાણીની આવક વધવાની સાથે 98486 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.

મંગળવારે રાત્રે વાગ્યા સુધી ડેમમાં પાણીની આવક 98486 ની સામે 98486 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 345.31 ફૂટ પર પહોંચી ગઈ છે. અત્રે નોંધનીય છે કે 2006માં આવેલા વિનાશક પૂર વખતે ડેમની સપાટી રૂલ લેવલ કરતાં વધુ એટલે 346 ફોટો સુધી પહોંચી ગઈ હતી. 2006 બાદ પ્રથમ વખત ડેમની સપાટી 345 ફૂટ ઉપર નોંધાય છે.

અન્ય સમાચારો પણ છે...