શિક્ષણ:NIRFમાં ઓવરઓલમાં પહેલી વખત SVNITએ ટોપ-100માં સ્થાન મેળવ્યું

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દેશના ટોપ-100માં 98, ટોપ-50ની એન્જિનિયરિંગ કોલેજોમાં 48મા સ્થાને
  • આ વખતે ઓવરઓલમાં SVNITનો 41.72 સ્કોર, ગયા વર્ષે સ્થાન મળ્યું જ ન હતું

મિનિસ્ટ્રી ઓફ હ્મુમન રિસોર્સ ડેવલોપમેન્ટે દેશભરની યુનિવર્સિટીની સાથે ઇજનેરી, મેનેજમેન્ટ, ફાર્મસી, મેડિકલ, લો, આર્કિટેક્ચર, ડેન્ટલ સહિતની કોલેજોનું રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં સુરતની એસવીએનઆઇટી ઓવરઓલ ટોપ-100માં 98માં સ્થાને અને ટોપ-50ની એન્જિન્યરિંગ કોલેજોમાં 48માં સ્થાને આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને નેકમાં એ પ્લસ ગ્રેડ મેળવવા માટે માટે તૈયારી કરતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એનઆઇઆરએફમાં ભાગ નહીં લેતા રેન્કિંગમાં કોઇ સ્થાન જ મળ્યું નથી. આ વખતે એસવીએનઆઇટીને 49.99 સ્કોર મળ્યા છે.

જ્યારે ગયા વખતે એટલે કે વર્ષ-2020માં 45.59 સ્કોર મળ્યા હતા. તે સમયે એન્જિન્યરિંગ કોલેજોમાં 54મો રેન્ક મળ્યો હતો. ઓલઓવરની વાત કરીયે તો સુરતની એસવીએનઆઇટીને આ વખતે 41.72 સ્કોર મળવા સાથે 98માં નંબરે આવી છે. જ્યારે ગયા વર્ષે ઓલઓવરમાં એસવીએનઆઇટીને કોઇ જ સ્થાન મળ્યું ના હતું. આમ,

પહેલી વખત એસવીએનઆઇટી ઓલવરમાં સ્થાન મેળવ્યું છે અને તે પણ ટોપ-100માં 98માં નંબર પર આવી છે. રાજ્ય કક્ષા પર વાત કરીયે તો ઓલઓવરમાં ગાંધીનગર આઇઆઇટી પહેલા નંબર પર, ગુજરાત યુનિવર્સિટી બીજા નંબર અને એસવીએનઆઇટી ત્રીજા નંબર પર આવી છે. જ્યારે રાજ્ય કક્ષાએ ઇજનેરી કોલેજોમાં ગાંધીનગર આઇઆઇટી બાદ સુરત એસવીએનઆઇટી બીજા નંબર પર આવી છે.

અન્ય સમાચારો પણ છે...