કિમથી એના ગામ સુધી 36.93 કિલોમીટરમાં સ્ટિલ સ્લેગનો રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટીલ સ્લેગમાંથી બનેલો આ રોડ રાજ્યનો સૌથી મોટો રોડ હશે. મુંબઈ-વડોદરા એક્સપ્રેસ રોડ માટે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાને સ્ટીલ સ્લેગ ઓર્ડર મળ્યો છે, અને ખાનગી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ રોડ તૈયાર કરવામાં આવશે.
આ રોડ બનાવવામાં 10 હજાર ટન સ્ટીલ સ્લેગનો ઉપયોગ થશે. હાલ 350 ટન સ્ટીલ સ્લેગના પ્રથમ કન્સાઈન્ટમેન્ટ સાથે 18 ટ્રક આવી ગયા છે. આ પહેલા હજીરામાં 100 ટકા સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને પ્રયોગિક ધોરણે ભારતનો પ્રથમ સ્ટીલના સ્લેગનો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો જેના પર પર દરરોજ 1200થી વધારે ભારે વાહનો દોડે છે. જે સફળ થતાં હવે અન્ય રોડમાં પણ સ્ટિલના સ્લેગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સ્ટિલ સ્લેગ રોડથી પ્રદૂષણ ઓછું થાય , સિમેન્ટ-કોંક્રિટના રોડ કરતા આયુષ્ય પણ ડબલ હોય છે
સામાન્ય રીતે કોંક્રિટનો રોડ અથવા આરસીસીનો રોડ બનાવવા માટે નેચરલ એગ્રીગેટ એટલે કે, પર્યાવરણને નુકસાન થાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સ્ટીલનો સ્લેગ એક તો વેસ્ટેઝ હોય છે. જેથી તેનો રોડ બનાવવામાં ઉપયોગમાં થતો હોવાથી પ્રદૂષણ ઓછું થશે અને સ્ટીલ કંપનીઓના વેસ્ટેઝનો પણ ઉપયોગ થશે.’
કોંક્રિટ રોડ કરતાં સ્ટિલ સ્લેગ રોડની પકડ વધારે મજબૂત
સિમેન્ટ કોંક્રિટના રોડ કરતાં સ્ટીલ સ્લેગના રોડનું આયુષ્ય ડબલ હોય છે. આરસીસી અને કોંક્રિટના રોડ કરતાં સ્લિટ સ્લેગનો રોડની પકડ મજબૂત હોય છે. ભારે વાહનો પસાર થાય તો પણ તેને વર્ષો સુધી અસર થતી નથી.
આ પદ્ધતિથી રોડ બનશે તો એક નવી ક્રાંતિ આવશે
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંતોષ મુંધડાએ જણાવ્યું કે, “એક્સપ્રેસવેના બાંધકામમાં નેચરલ એગ્રીગેટના બદલે સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરવાથી એક મોટી ક્રાંતિ આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.