DB એક્સક્લૂઝિવ:રાજ્યમાં સૌપ્રથમવાર સુરતમાં 3 વર્ષના બાળકને કોરોના વિના જ મ્યુકરમાઇકોસિસ થયો, કોવિડ શંકાસ્પદ જણાતા તાત્કાલિક સિટીસ્કેન કર્યું

સુરત3 મહિનો પહેલાલેખક: આશિષ મોદી
  • કૉપી લિંક
3 વર્ષના બાળકને મ્યુકરમાઇકોસિસ થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો - Divya Bhaskar
3 વર્ષના બાળકને મ્યુકરમાઇકોસિસ થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
  • બાળકની હાલત ગંભીર હોવાથી હાયર સેન્ટરમાં રિફર કરવાની તૈયારી

રાજ્યભરમાં કોરોના કેસ ઘટતા ગયા છે. પરંતુ હવે ત્રીજી લહેરની દહેશતને કારણે તંત્ર તૈયારીઓ કરવા લાગ્યું છે. આ દરમિયાન જ સુરત સિવિલ હોસ્પિટલમાં એક બાળકને મ્યુકોરમાઇકોસિસ થતા દોડધામ મચી ગઈ છે. 3 વર્ષના બાળકને કોરોના શંકાસ્પદ છે. ત્યારે જ મ્યુકોરમાઇકોસિસ થતા બાળકને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં આટલી નાની ઉંમરના બાળકને મ્યુકોરમાઇકોસિસ થવાનો આ પ્રથમ કિસ્સો છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

સીટી સ્કેનમાં કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું
ડૉક્ટરના સૂત્રોએ જણાવ્યા અનુસાર 3 વર્ષના બાળકે ગુરુવારે રાતે ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુકરમાઇકોસિસની સાથે સાથે કોરોના હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

બાળકને હાયર સેન્ટર પર રીફર કરવાનો હતો
આ બાળકને તાત્કાલિક સારવાર માટે G-4માં દાખલ કરવામાં આવ્યું હતું. ચેક અપ કર્યા બાદ બાળકને આંખ, કાન અને દાંતના ડોક્ટરોને તપાસ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. એટલું જ નહીં બાળકની સ્થિતિ નાજુક હોવાને કારણે તેને હાયર સેન્ટર પર રીફર કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન જ અચાનક બાળક અને તેનો પરિવાર શુક્રવારના દિવસે જતો રહ્યો હતો.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

મ્યુકોરમાઇકોસિસના કેસમાં પણ વધારો
કોરોનાની સાથે સાથે મ્યુકોરમાઇકોસિસ નામની જીવલેણ બીમારીના દર્દીઓમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેનું જીવતું ઉદાહરણ એક નાની ઉંમરે એટલે કે 3 વર્ષના બાળકને મ્યુકોરમાઇકોસિસના રિપોર્ટ સાથે સિવિલ લવાતા દાખલ કરી એની સારવાર શરૂ કરાઇ છે.

મ્યુકરના કુલ 299 દર્દી ડિસ્ચાર્જ
મ્યુકરના નવા 03 દર્દી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકરના 50 દર્દીઓ દાખલ છે. સિવિલમાં 03 સર્જરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સિવિલ અને સ્મીમેરમાં 491 સર્જરીઓ કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલમાંથી 02 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી 299 દર્દીઓ સારવાર લઈ ડિસ્ચાર્જ થયા છે.

અન્ય સમાચારો પણ છે...