• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • For The First Time In The Country, Buyers Of US Hong Kong Will Buy Labgron Cut polished Diamonds Online In Surat From Today.

દેશમાં પ્રથમવાર આયોજન:આજથી સુરતમાં લેબગ્રોન કટ-પોલિશ્ડ હીરાની હરાજી, અમેરિકા-હોંગકોંગના બાયર્સ ઓનલાઈન ખરીદી કરશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દિલ્હી, જયપુર, ચંદીગઢ સહિતનાં શહેરોના 125 સેલર્સ અને 70 બાયર્સ નોંધાયા

દેશમાં પ્રથમ વખત સુરતમાં 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની હરાજીનું આયોજન કરાયું છે, જે વેસુના ટાયટેનિયમ હબમાં જીજેઈપીસીએ બનાવેલી નવરત્ન ગેલેરીમાં યોજાશે. તહેવારો નજીક હોવાથી હીરાની માંગ વધતાં વેપારીઓ અને જ્વેલર્સની સરળતા માટે આ હરાજીનું આયોજન કરાયું છે, જેમાં સુરત સહિત દેશના બાયર્સ તો ભાગ લેશે જ પરંતુ વિદેશીઓ પણ જોડાશે. જેમાં હોંગકોંગ અને યુએસના બાયર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેઓ ઓનલાઈન જોડાશે. ઓનલાઈન જ હીરા જોઈને ખરીદી પણ કરશે.આ હરાજીનું ઉદ્દઘાટન શહેરના મેયર હેમાલી બોઘાવાલા અને જીજેઈપીસીના ચેરમેન દિનેશ નાવડિયા દ્વારા કરવામાં આવશે.

દેશના ટોપ 125 મેન્યુફેક્ચરર્સમાંથી મહત્તમ સુરત અને મુબઈના
લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની આ હરાજીમાં અત્યાર સુધીમાં 125 જેટલાં લેબગ્રોન હીરાના સેલર્સ દ્વારા રજિસ્ટ્રેશન કરાવી દેવામાં આવ્યું છે. જ્યારે અલગ અલગ શહેરોમાંથી 70 જેટલા બાયર્સ દ્વારા પણ રજિસ્ટ્રેશન કરાવી દેવામાં આવ્યું છે. જેમાં ગુજરાત બહારથી પણ ટ્રેડર્સ અને જ્વેલરી મેન્યુફેક્ચર્સ ભાગ લેશે. આ હરાજીમાં દેશના ટોપ 125 લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર્સ ભાગ લેશે, જેમાં સૌથી વધારે સુરત અને મુંબઈના છે.

USAમાં આ પ્રકારના હીરાની માંગમાં વધારો
જયકારના ચેરમેન નરેશ પરીખે આ હરાજી અંગે જણાવ્યું હતું કે, કોરોના કાળ હોવા છતાં લેબગ્રોનની ડિમાન્ડ અમેરિકામાં ખુબ જ વધી રહી છે. ત્યારે લેબગ્રોન ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને વિદેશોના ક્લાયન્ટ પણ મળી રહે તે માટે અમે આ પ્રકારની ઓનલાઇન વ્યવસ્થા પણ કરી છે.

જ્વેલર્સ, હોલસેલર્સ અને રિટેઈલર્સ ભાગ લશે
આયોજક ચિંતન પરીખે જણાવ્યું કે, ‘દેશમાં પણ લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની ડિમાન્ડ વધી રહી છે. સુરત લેબગ્રોન ડાયમંડનું હબ છે. માટે આ હરાજીમાં દિલ્હી, જયપુર, નાગપુર મુંબઈ અને ચંદીગઢ, લુધિયાણા, મુંબઈ સહિતના શહેરોમાંથી બાયર્સ અને ટ્રેડર્સો આવશે.

અન્ય સમાચારો પણ છે...