સ્પર્ધા:દેશમાં પહેલીવાર ચકલીના ‘ઘર’ના ડિઝાઇનની રાષ્ટ્રીય સ્પર્ધા યોજાશે

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહત્તમ 2 ફૂટ 6 ઇંચની લંબાઇ, પહોળાઇ અને ઉંચાઇનું ઘર બનાવી શકાશે. જેમાં ચકલીઓ આરામથી રહી શકે. - Divya Bhaskar
મહત્તમ 2 ફૂટ 6 ઇંચની લંબાઇ, પહોળાઇ અને ઉંચાઇનું ઘર બનાવી શકાશે. જેમાં ચકલીઓ આરામથી રહી શકે.
  • કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દ્વારા 525 આર્કિટેક્ચર કોલેજોમાં પ્રચાર થઇ રહ્યો છે
  • 1 માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરી 10 માર્ચ સુધીમાં એન્ટ્રી મોકલવાની રહેશે

ઘર ચકલીનો કલરવને ઘરોમાં ફરી ગુંજતો કરવાના ધ્યેય સાથે દેશમાં પહેલીવાર ચકલી માટેના ‘ઘર’ને ડિઝાઇન કરવાની અનોખી સ્પર્ધા યોજવામાં આવી રહી છે. આ સ્પર્ધા માટે દેશની કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દ્વારા પણ દેશની 525 આર્કિટેક્ચર કોલેજોમાં પણ પ્રચાર થઇ રહ્યો છે. આ માટે સ્પર્ધકોએ 1 માર્ચ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને 10 માર્ચ સુધીમાં એન્ટ્રી મોકલવાની રહેશે. દરેક રજિસ્ટ્રેશન દીઠ 3 એન્ટ્રી સબમિટ કરાવી શકે છે. તેમજ ત્રણેય સિઝનમાં આ ઘરનો બહાર ઉપયોગ થઈ શકે તેવા મટીરિયલનો ઉપયોગ થયેલો હોવો જરૂરી છે. તેમજ આ સ્પર્ધા માટે કોઈ રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવી નથી.

20 માર્ચે ચકલી ઘરોનું પ્રદર્શન યોજાશે
ગુજરાતની 30 જેટલી આર્કિટેક્ચર કોલેજમાં તેના વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સાંકળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 20 દિવસમાં વિવિધ મોટી સંસ્થાઓ પણ આ અભિયાન સાથે સંકળાઇ છે. આગામી 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસે આ સ્પર્ધામાં આવેલા તમામ ચકલી ઘરોનું પ્રદર્શન યોજાશે અને તેમાં ચકલી પ્રેમી આવીને પોતાની પસંદગીનું ઘર લઇ જઇ શકશે.

કેવી રીતે ભાગ લઇ શકાય?
1લી ફેબ્રુઆરીએ સોમવારના રોજ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન ફોર્મ www.starindiasparrow.com પર ઓનલાઇન સબમિટ કરવાનું રહેશે.

કેવું ચકલી ઘર બનાવવું?,
મહત્તમ 2 ફૂટ 6 ઇંચની લંબાઇ, પહોળાઇ અને ઉંચાઇનું ઘર બનાવી શકાશે. જેમાં ચકલીઓ આરામથી રહી શકે.

3 કેટેગરીમાં ડીઝાઇન કોમ્પિટિશન

  • કેટેગરી - 1
  • 20 વર્ષથી ઓછી વયના કિશોર-બાળકો
  • કેટેગરી - 2
  • 21થી 40 વર્ષની કેટેગરીના તમામ યુવાઓ
  • કેટેગરી - 3
  • 41 વર્ષથી વધુના આર્કિટેક સહિતના લોકો
અન્ય સમાચારો પણ છે...