સુરતના સમાચાર:જૂની પેન્શન યોજના સહિતની માગ સાથે કર્મચારી મંડળની રેલી, મોટી સંખ્યામાં કર્મીઓ જોડાયા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાંચસોથી પણ વધુ શિક્ષકો રેલીમાં જોડાયા. - Divya Bhaskar
પાંચસોથી પણ વધુ શિક્ષકો રેલીમાં જોડાયા.

સુરતમાં શિક્ષકોની વિશાળ રેલી નીકળી હતી. જેમાં પાંચસોથી પણ વધુ શિક્ષકો રેલીમાં જોડાયા હતા. 4200 ગ્રેડ પે, જૂની પેન્શન યોજના લાગુ કરવા, સાતમા પગાર પંચનો પૂર્ણ લાભ સહિત 16 જેટલી વિવિધ પડતર માગણીઓને લઈ રેલીનું આયોજન કરાયું હતું.

શિક્ષકોએ ગરબા કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો
અઠવાલાઇન્સ સ્થિત ચોપાટી ખાતેથી નિકળેલી વિશાળ રેલીમાં શિક્ષકો હાથમાં બેનર અને પ્લે-કાર્ડ લઈ સરકાર સામે દેખાવ અને વિરોધ નોંધાવ્યો હતો. જો માગણી નહીં સંતોષાય તો આગામી 30મી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી શિક્ષકો દ્વારા ઉચ્ચારવામા આવી છે. રાષ્ટ્રીય શિક્ષક સંઘ સંયુક્ત મોરચાના નેજા હેઠળ વિશાળ રેલી સુરત ખાતે યોજવામાં આવી હતી. જે રેલી અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેક્ટર સુધી પહોંચી હતી. જ્યાં અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. રેલીમાં શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર અને નારેબાજી પણ કરવામાં આવી હતી. શિક્ષકોએ ગરબા કરી સરકાર સામે અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

સુરતમાં યુ ટર્નમાં રમતગમત મંત્રી એ હાજરી આપી બાળકોને ઉત્સવ વધાર્યો.
સુરતમાં યુ ટર્નમાં રમતગમત મંત્રી એ હાજરી આપી બાળકોને ઉત્સવ વધાર્યો.

દેશી રમતની પ્રેક્ટીસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની
ગુજરાત સરકાર દ્વારા 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરાયું છે. તેમાં દેશી અને સાદી રમતનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. 36મી નેશનલ ગેમ્સમાં સુરતના વિદ્યાર્થીઓ અન્ય રમત સાથે દેશી રમતમાં અગ્રેસર રહે તે માટે પ્રેક્ટિસ શરૂ કરી દેવામા આવી છે. આજે યુ ટર્ન માં શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓની દેશી રમતની પ્રેક્ટીસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. યુ ટર્ન માં શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ લખોટા, ખોખો અને વિવિધ દોડ પ્રેકટીસ કરતા નજરે પડ્યા હતા. 36મી નેશનલ ગેમ્સમાં સુરત શિક્ષણ સમિતિના 700થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે કવાયત થઈ રહી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ ભાગ લેશે
​​​​​​​
ગુજરાત અને અન્ય રાજ્યનો ગામડાંઓમાં રમાતી દેશી રમત નો પણ સમાવેશ કરવામા આવ્યો છે. સુરત શિક્ષણ સમિતિના બાળકો માટે 12 અને 13 સપ્ટેમ્બરના રોજ ગામઠી અને અન્ય રમતો માટે ખેલાડીઓની પસંદગી કરવામા આવી છે. ભુતકાળમાં જે વિદ્યાર્થીઓ રમત ગમતમાં આગળ હોય તેવા વિદ્યાર્થીઓ સાથે અન્ય વિદ્યાર્થીઓને પ્રેક્ટીસ કરાવી તેની પસંદગીની કામગીરી ચાલી રહી છે.

રમતગમત મંત્રી ઉત્સવ વધાર્યો
​​​​​​​
બાળકોમાં રહેલી દેશી રમત પ્રત્યેના લગાવ ના કારણે આજે યુ ટર્ન માં તેઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શિક્ષણ સમિતિના 700થી વધુ બાળકો દેશી - ગામઠી શાળામાં ભાન્યુટન વેસુ ખાતે મોક ડ્રીલ રાખવામાં આવી હતી. આ મોક ડ્રીલ જોઈને બાળકોને પ્રોત્સાહિત કરતા રમત ગમત મંત્રી હર્ષ સંઘવી,, કમિશનર બંછાનિધિ પાની, કલેકટરશ્રી આયુષ ઓક, શાસનાધિકારી વિમલભાઈ દેસાઈ, ધર્મેશભાઈ પટેલ. સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...