પ્રોજેક્ટ:સુરતમાં કોર્પોરેશન સૌ પ્રથમવાર ગંદા પાણીમાંથી નફો રળશે, ડ્રેનેજના પાણીને ટ્રીટ કરીને 15 વર્ષમાં 20 કરોડની આવક ઉભી કરશે

સુરતએક મહિનો પહેલા
પાલિકા દ્વારા નવા પ્રોજેક્ટથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે
  • PPPધોરણે ઉગત અને ભેસ્તાન ગાર્ડનમાંથી 20 વર્ષમાં 17.25 કરોડ આવક ઉભી કરાશે

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં આજે કેટલાક મહત્વના કામોને મંજૂરી મળી હતી. કુલ 49 કામ હતા. તેમાંથી બે કામને બાદ કરતા તમામ કામને મંજૂરી મળી હતી. જેમાં મહત્વપૂર્ણ રીતે ડ્રેનેજના પાણીને ટ્રીટ કરવામાં આવશે. શહેરના મોટા બે ગાર્ડનોના મેઈન્ટેનન્સ અને મહેકમને બાદ કરતા મોટી આવક ઊભી થશે. તેમજ સીસી રોડ માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હતા તેની પાંચ વર્ષ માટેની સમયગાળો આપવામાં આવતો હતો. તેને વધારીને હવે દસ વર્ષ કરવામાં આવ્યો છે.

20 કરોડની આવક ઉભી થશે
સુરત મહાનગરપાલિકા દ્વારા હવે ડ્રેનેજના પાણીને ટ્રીટ કરીને ઔદ્યોગિક ગૃહો માટે ઉપયોગમાં લેવાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. પાણીને ટ્રીટ કરવા માટે કોર્પોરેશન દ્વારા 165 કરોડ ખર્ચ બચાવવામાં આવશે. સામે 20 વર્ષમાં જે ખર્ચો થશે તેની સામે કોર્પોરેશનને રૂપિયા 20 કરોડની આવક ઊભી થશે. ડ્રેનેજના પાણીનો વપરાશ ફરીથી થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવાથી પાણીનો વ્યય પણ ઓછો થશે.

PPP ધોરણે કામગીરી
શહેરમાં બે મોટા ગાર્ડનો આકાર લેશે. જેમાં PPP ધોરણે મહેકમ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ભેસ્તાન અને ઉગત ગાર્ડન PPP ધોરણે વિકસાવવામાં આવશે. કોર્પોરેશન આ બંને ગાર્ડનમાંથી 20 વર્ષે 17. 25 કરોડની આવક ઊભી કરશે. તેમજ દર વર્ષે મેન્ટેનસ અને મહેકમ પાછળ દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ થતો હશે. તે પણ આમાંથી બાદ મળી જશે. એટલે કે કુલ વર્ષે 30થી 35 કરોડ રૂપિયા પણ કોર્પોરેશનના બચશે. લોકોને હરવા ફરવા માટેનો ગાર્ડન ઉપલબ્ધ કરાવશે.

ડ્રેનેજના પાણીમાંથી આવક
સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે, કોર્પોરેશન સૌપ્રથમવાર ડ્રેનેજના પાણીમાંથી પણ આવક ઊભી કરવા જઈ રહ્યું છે. સાથોસાથ પીપીપી ધોરણે ગાર્ડનો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાંથી પણ કોર્પોરેશન સારી એવી આવક ઊભી થશે. સોસાયટીઓમાં તેમજ અન્ય રસ્તાઓને લઈને ઘણી ચર્ચાઓ થતી રહે છે, હવે જે પ્રકારના રોડ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે. તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સીસી રોડ માટે પહેલા માત્ર પાંચ વર્ષની સમય આપવામાં આવતો હતો. હવે 10 વર્ષ સુધી તેની મજબૂતાઈ જળવાઈ રહે તે પ્રકારનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 10 વર્ષ સુધી સી.સી.રોડ વ્યવસ્થિત રહે તેની જવાબદારી કોન્ટ્રાક્ટરોની રહેશે.