વેક્સિનેશન:સાડા સાત મહિનામાં પહેલીવાર એક દિવસમાં 79 હજારને વેક્સિન

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
બે દિવસની રજા બાદ વેક્સિનેશન સેન્ટરો ખુલતા રસી લેવા લોકોએ લાંબી લાઇનો લગાવી હતી. - Divya Bhaskar
બે દિવસની રજા બાદ વેક્સિનેશન સેન્ટરો ખુલતા રસી લેવા લોકોએ લાંબી લાઇનો લગાવી હતી.
  • આજે વેક્સિનેશન ચાલુ, કુલ રસીકરણ 84.46% થયું
  • 33.53 લાખના ટાર્ગેટ સામે 28.32 લાખને પ્રથમ ડોઝ અપાયો

શહેરમાં વેક્સીનેશનની ગતિ ઝડપથી વધવા લાગી છે. બે દિવસની રજા બાદ મંગળવારે શહેરના રસીકરણ સેન્ટરો ખુલતાની સાથે જ લોકોની ભીડ ઉમટી પડી હતી. જેના કારણે એક જ દિવસમાં રેકડબ્રેક 78908 ને રસી આપવામાં આવી છે. જેમાં પ્રથમ ડોઝ 48688 અને બીજો ડોઝ 30220 વ્યકતિઓને આપવામાં આવ્યો હતો. આ સાથે સમગ્ર રાજ્યમાં સુરત શહેરે સૌથી વધુ રસીકરણ કર્યું હોવાનો પાલિકાએ દાવો કર્યો છે.

સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 37,84,651 વ્યકતિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ડોઝ 28,32,903 અને બીજો ડોઝ 9,51,748 વ્યકતિઓને આપવામાં આવી છે. શહેરમાં 33,53,904ને રસી આપવાના ટાર્ગેટ સામે 28.32 લાખને પ્રથમ ડોઝ અપાઇ જતાં 84.46 ટકા જેટલી રસીકરણની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.

બે દિવસ વેક્સીનશની કામગીરી બંધ રહી હોવાથી આવતીકાલે બુધવારે પ્રથમ અને બીજો બંને ડોઝના સેન્ટરો કાર્યરત રહેશે. અત્યાર સુધી બુધવારે માત્ર બીજો ડોઝ જ મળતો હતો. પરંતુ કાલે બંને ડોઝ માટે વ્યવસ્થા કરી હોવાથી લોકોને સીધો ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...