સુરત હવે ‘પ્રધાન’ સિટી:ઈતિહાસમાં પહેલી વખત મંત્રી મંડળમાં શહેરના 4 ધારાસભ્ય, 12 ધારાસભ્યમાંથી 33 ટકા મંત્રી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સટાઈલ સિટી, ડાયમંડ સિટી, બ્રિજ સિટી, ક્લીન સિટી બાદ શહેરને નવું બિરુદ મળ્યું
  • 1980માં સુરતના પોપટલાલ વ્યાસ બાદ સંઘવી બીજા ગૃહમંત્રી, રૂપાણી સરકારમાં સુરતના 1 મંત્રી હતા, નવી સરકારમાં 4 થયા

સુરત શહેર અત્યારસુધી બ્રિજ સિટી, સ્વચ્છ સિટી, ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખાય છે પણ હવે ‘પ્રધાન સિટી’ તરીકે ઓળખ ઉભી કરી છે. ઈતિહાસમાં પહેલીવખત સરકારના મંત્રીમંડળમાં સુરતના ચાર ધારાસભ્યોને સમાવવામાં આવ્યા છે. જેમાં સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલનો સમાવેશ થાય છે. શહેરની કુલ 12 વિધાનસભા બેઠકના 12 ધારાસભ્યોમાંથી 33 ટકા મંત્રી બન્યા છે.

પૂર્ણેશ મોદીને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે જ્યારે હર્ષ સંઘવીને રાજ્યકક્ષાનો ગૃહવિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 1980માં કોંગ્રેસની સરકાર વખતે સુરતના પોપટલાલ વ્યાસ ગૃહમંત્રી હતા તે પછી હર્ષસંઘવી બીજા ગૃહમંત્રી બન્યા છે. જ્ઞાતિવાદ સમીકરણ જોઈએ તો પૂર્ણેશ મોદી મૂળ સુરતી છે, હર્ષ સંઘવી જૈન છે જ્યારે વિનોદ મોરડીયા સૌરાષ્ટ્ર (મૂળ ભાવનગર)ના પટેલ છે. જ્યારે મુકેશ પટેલ કોળી પટેલ છે. જો કે, ધારાસભ્ય સંગીતા પાટીલનું પત્તુ કપાઈ ગયું હતું. પૂર્ણેશ મોદી ચર્ચામાં ન હતા પણ તેમને મંત્રી બનાવાયા હતા.

પૂર્ણેશ મોદી : મૂળ સુરતી ઘાંચી

બૂથ કન્વિનર, કોર્પોરેટર, શાસક નેતા, શહેર પ્રમુખ ( બે ટર્મ), સંસદીય સચિવ અને ધારાસભ્ય રહ્યા

હર્ષ સંઘવી : જૈન અગ્રણી

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી, યુવા મોરચાના ઉપપ્રમુખ અને પ્રદેશ મહામંત્રી રહ્યા હતા

વિનોદ મોરડીયા : પટેલ-સૌરાષ્ટ્રીયન

વોર્ડ પ્રમુખ, કોર્પોરેટર, સ્ટેન્ડિંગ સભ્ય અને પાલિકાની બે કમિટીના ચેરમેન રહી ચુક્યા છે

મુકેશ પટેલ : કોળી પટેલ

સરપંચ, યુથ પ્રમુખ અને તાલુકા પ્રમુખ તરીકેના હોદ્દા પર ફરજ રહી ચુક્યાં છે

ભાજપઃ 1995થી અત્યાર સુધી 4 મંત્રી બન્યા
હેમંત ચપટવાલાકાયદામંત્રી (રાજ્યકક્ષા)1995
નરોત્તમ પટેલપાણી પુરવઠા મંત્રી (કેબિનેટ)1995
નાનુ વાનાણીશિક્ષણ મંત્રી (રાજ્યકક્ષા)2012-17
કુમાર કનાણીઆરોગ્ય મંત્રી (રાજ્યકક્ષા)2017-21
કોંગ્રેસઃ 1975થી 1992 સુધી 4 મંત્રી બન્યા હતા
પોપટલાલ વ્યાસગૃહમંત્રી1975-80
બાબુભાઈ સોપારીવાલાશહેરી વિકાસ ખાતુ1985
મહંમદ સુરતીમત્સ્ય ઉદ્યોગ ખાતુ1990
ઠાકોર નાયકસહકાર મંત્રાલય1990-92

મહેનતનું ફળ
મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. સતત દોડતા રહેલાં હર્ષ સંઘવીને મહેનતનું ફળ મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...