તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • For The First Time In A Year And A Half, The Aquarium Will Start On June 11, And The Nature Park, Library And City Bus Will Also Start On Friday.

નિર્ણય:દોઢ વર્ષમાં પહેલીવાર એક્વેરિયમ 11 જૂનથી શરૂ થશે, નેચરપાર્ક, લાયબ્રેરી અને સિટી બસ પણ શુક્રવારથી શરૂ

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેચરપાર્કની ટિકિટ ઓનલાઇન મળશે, સવાર-સાંજ 200-200 લોકોને પ્રવેશ અપાશે

રાજ્ય સરકારે આપેલી છૂટછાટ બાદ પાલિકાએ પણ મોટાભાગના ફરવા લાયક અને જોવાલાયક સ્થળો 11મીથી ખોલવા નિર્ણય કર્યો છે. કોરોનાકાળના દોઢ વર્ષ બાદ પહેલીવાર એક્વેરિયમ શુક્રવારથી શરૂ થશે. તેવી જ રીતે નેચરપાર્ક, લાઇબ્રેરી, ગાર્ડન, સિટી બસ પણ શરૂ કરવામાં આવશે. નેચરપાર્કની ટિકિટ ઓનલાઇન જ આપવામાં આવશે. સવારે અને સાંજે 200-200 લોકોને અહીં પ્રવેશ અપાશે. એવી જ રીતે એક્વેરિયમમાં પણ સવારે 25 અને સાંજે 25 લોકોને પ્રવેશ આપવામાં આવશે. કોરોનાના તમામ નિયમોનું પાલન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી આ પ્રોજેક્ટ બંધ હોવાથી પાલિકાને લાખોનું નુકસાન થયું છે.

વર્ષે થતી 7-8 કરોડની આવક 52 લાખ થઇ ગઇ

2018-192019-202020-21
સાયન્સ સેન્ટર93.15114.190.5
પ્રાણી સંગ્રહાલય290.05233.8644.48
રંગ ઉપવન5.494.180.02

સરદાર સ્મૃતિ ભવન

69.4946.811.5

સંજીવકુમાર ઓડિટોરિયમ

73.13112.812.88

પરફોર્મિંગ આર્ટ સેન્ટર

26.6824.850.75

સ્વામીવિવેકાનંદ ઓડિટોરિયમ

02.370
(રકમ લાખમાં)
અન્ય સમાચારો પણ છે...