તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • For The First Time In 525 Years Of Jain Rule, 59 Muhurats Were Given Simultaneously, Two Diamond Traders Will Also Take Initiation

ભવ્ય દીક્ષા સમારોહ:જૈન શાસનનાં 525 વર્ષમાં પહેલીવાર એકસાથે 59 મુહૂર્ત અપાયાં, ડાયમંડના બે વેપારી પણ દીક્ષા લેશે

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુમુક્ષુઓની તસવીર. - Divya Bhaskar
મુમુક્ષુઓની તસવીર.
  • દયાળજી આશ્રમમાં સુરતના 27 સહિત 59 મુમુક્ષુઓને દીક્ષાનાં મુહૂર્ત અપાયાં, વેસુના બલર હાઉસમાં દીક્ષા અપાશે
  • 7 અને 10 વર્ષના સગા ભાઈઓ પણ સંયમના માર્ગે જશે

અધ્યાત્મનગરી દયાળજી આશ્રમમાં જિનસંગમ ઉત્સવ હેઠળ શુક્રવારે સૂરિરામ તથા સૂરિશાન્તિના દિવ્યઆશિષથી જૈનાચાર્યો મુક્તિપ્રભ સૂરીશ્વરજી, યોગતિલક સૂરીશ્વરજી, તપોરત્ન સૂરીશ્વરજી, હ્રીંકારપ્રભસૂરિજી આદિ 400થી વધુ ચારિત્રધરોની નિશ્રામાં મોટાસાહેબજીને શ્રેષ્ઠ અંજલિ રૂપે 7થી 68 વર્ષના 59 મુમુક્ષુરત્નોને દીક્ષાના મુહૂર્ત અપાયા હતા. જેમાં સુરતના 27 મુમુક્ષુ છે. મુહૂર્ત મેળવનારામાં 27 ભાઇઓ અને 32 બહેનો છે. અગાઉ આ. જિનચન્દ્રસૂરિજી અને આ. યોગતિલકસૂરિજીની પાવન નિશ્રામાં 45, 36 અને 18 દીક્ષા અપાઈ ચુકી છે.

જૈન શાસનના છેલ્લા 525 વર્ષના ઇતિહાસમાં એક સાથે 59 જેટલા દિક્ષાના મુહૂર્ત અપાયા હોય તેવી આ સૌ પ્રથમ ઘટના છે. વેસુના બલર હાઉસમાં 29મી નવેમ્બરે તમામને દીક્ષા અપાશે. સીએ રવિન્દ્ર શાહે જણાવ્યું હતું કે, અગાઉ 77 દીક્ષા અપાઈ ચુકી છે પણ એક સાથે ક્યારેય આટલા મૂહૂર્ત અપાયા નથી. હજુ તો દીક્ષાને 3 મહિના બાકી છે. ત્યારે દીક્ષા લેનારની સંખ્યા વધી પણ શકે છે. શાંતિ કનક શ્રમણોપાસક ટ્રસ્ટના ટ્રસ્ટી હિતેશભાઇ મોતાએ ગુરુભગવંતો, સંઘો, મહેમાનો તથા મુમુક્ષુઓના પરિવારો પ્રત્યે આભાર પ્રકટ કર્યો હતો.

સૌથી નાના મુમુક્ષુ

બે નાનકડાં દીક્ષાર્થીઓની તસવીર
બે નાનકડાં દીક્ષાર્થીઓની તસવીર

સુરતના નાનકડા સગાભાઇઓ 7 વર્ષના મેઘકુંવર તથા 10 વર્ષના વીરકુંવર દીક્ષા લેશે. એ સાથે જ 12 વર્ષનો રિધમ પણ ભૌતિક સુખ ત્યાગી સંયમના માર્ગે જશે.

સુરતના 27 દીક્ષાર્થીઓ

  • ભરતભાઈ દોશી (57)
  • વિપુલભાઈ મેહતા (55)
  • અશોકભાઈ દોશી (49)
  • વિનીત સાદરિયા (28)
  • કુશાનકુમાર વોરા (24)
  • સંયમકુમાર સંઘવી (20
  • પરમકુમાર દોશી (17)
  • વિમલકુમાર મેહતા (16)
  • મેઘકુંવર શાહ (7)
  • વર્ષાબેન દોશી (57)
  • સર્મિષ્ટાબેન દોશી (47)
  • ગ્રીશા સાદરિયા (25)
  • શ્રિયાકુમારી શાહ (23)
  • ચેતનભાઈ દોશી (57)
  • ગુણવંતભાઈ મેહતા (49)
  • પ્રિયેનકુમાર મેહતા (31)
  • શ્રેયાંસ મોરખીયા (24)
  • શૈલકુમાર શાહ (22)
  • રાજકુમાર મેહતા (19)
  • મનકુમાર સંઘવી (17)
  • વીરકુંવર શાહ (10)
  • વૈશાલીબેન મેહતા (58)
  • સીમાબેન મેહતા (50)
  • મીનાબેન મેહતા (45)
  • ભવ્યાકુમારી શાહ (24)
  • દર્શીકુમારી સંઘવી (21)
  • આંગી કોઠારી (20)નો સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...