રીયલ એસ્ટેટ એક્સપો:પ્રથમ વખત ભાસ્કરનો રીયલ એસ્ટેટ એક્સપો, એક જ છત નીચે પ્રોજેક્ટોને જાણવાની તક

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રેસિડન્સિયલ અને કોમર્શિયલ સહિત શહેરના રિયલ એસ્ટેટના શ્રેષ્ઠ પ્રોજેક્ટો વિશે શહેરીજનો એક જ છત નીચે જાણી શકે તે માટે દિવ્ય ભાસ્કર દ્વારા સુરતમાં પ્રથમ વખત રિયલ એસ્ટેટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 25 અને 26મી જૂનના રોજ યોજાશે.

આગામી સમયમાં રિયલ એસ્ટેટના ભાવો વધવાની શક્યતા એક્સપર્ટો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ઉપયોગ કરવા અથવા તો રોકાણ કરવાના હેતુથી રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માંગતા લોકો માટે શ્રેષ્ઠ તક છે. શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર રિયલ એસ્ટેટના પ્રોજેક્ટોનું નિર્માણ થતું હોય છે.

એક જ દિવસમાં લિમિટેડ જગ્યાઓ પર જ જઈને પ્રોજેક્ટને જોઈ શકાય છે. ત્યારે શહેરના શ્રેષ્ઠ પ્રોજેક્ટો વિશે લોકો એક જ જગ્યા પરથી માહિતી મેળવી શકે અને તેને જાણી શકે તે માટે દિવ્યભાસ્કર દ્વારા રિયલ એસ્ટેટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં સ્ટોલ રજિટ્રેશન કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભાગ લેવા માંગતા બિલ્ડરો વહેલી તકે સ્ટોલ બુક કરાવી શકે છે.

આ રીતે કરાવો સ્ટોલ બુક
સુરતમાં દિવ્યભાસ્કર દ્વારા પ્રથમ વખત યોજાનાર રિયલ એસ્ટેટ એક્સપોમાં ભાગ લેવાની સુરતના બિલ્ડરો પાસે તક છે. એક જ છત નીચે શહેરના અનેક પ્રોજેક્ટો જોવા મળતા હોવાથી લોકોનો ફૂટફોલ વધારે હશે. દિવ્ય ભાસ્કરના રિયલ એસ્ટેટ એક્સપોમાં સ્ટોલ બુક કરાવવા માટે કોન્ટેક્ટ નંબર 9879547711 પર સંપર્ક કરો.

અન્ય સમાચારો પણ છે...