તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સુરતમાં ગોડાઉનમાંથી 1.77 લાખના કાપડની ચોરી કરનાર 5 ઝડપાયા, કારગીર જ ચોર નીકળ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોડાઉનમાં કામ કરતા કારીગરો એકબીજાની મદદથી ચોરી કરતા હતા. - Divya Bhaskar
ગોડાઉનમાં કામ કરતા કારીગરો એકબીજાની મદદથી ચોરી કરતા હતા.
  • 3736 મીટર જેટલા કાપડના જથ્થાની ચોરી થઈ હતી

સુરતમાં કુંભરીયા વિસ્તારના રિદ્ધિ સિદ્ધિ ઈન્ટરનેશનલ ગોડાઉનમાંથી કાપડ ચોરી કરનાર 5ને પોલીસે ઝડપી પાડી રૂ.1,77,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. વેપારીની ફરિયાદના ગણતરીના દિવસોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. ગોડાઉનમા કામ કરતા કારીગરો જ ચોર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

4 દિવસ પહેલા ચોરી થઈ હતી
પુણા પોલીસે જણાવ્યું હતું કે, રમેશકુમાર મોહનલાલ સારડા (ઉ.વ.56, રહે. દેવરાજ રેસિડેન્સી, ન્યુ સિટીલાઈટ અલથાણ)નામના વેપારીએ 10મીના રોજ એક ફરિયાદ આપી હતી. કુંભરીયા રોડ ઉપર આવેલા રિદ્ધિ સિદ્ધિ ઈન્ટરનેશનલ ગોડાઉન નં-446, સંગીની ટેક્સટાઈલમાંથી ગારમેન્ટ કાપડના તાકા નંગ-34 જે અલગ અલગ તાકામાં આશરે કુલ્લે 3736 મીટર જેટલો માલ આશરે કે 1,77,300 જેટલાની મત્તાનો મુદ્દામાલ ચોરી થઈ ગયો છે. જેને લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

શંકા જતા કારીગરો પર જ વોચ ગોઠવી હતી
વધુમાં જણાવ્યું હતું કે, ફરીયાદીના ગોડાઉનમાં કામ કરતા કારીગરો યોગેશ મહેશ્વરી અને મુકેશ માલી શંકાના દાયરામાં આવતા પોલીસે બન્ને પર વોચ રાખી હતી. ત્યારબાદ યોગેશકુમાર રમેશચંદ્ર સારડા અને મૂકેશ તારાચંદ માલી પકડતા બન્નેની ઉલટ તપાસ શરૂ કરાઈ હતી.

ચોરી કરી ઘરમાં જ માલ સંતાડ્યો
વધુમાં જાણવા મળ્યું હતું કે ગોડાઉનમાં કામ કરતા વિનોદ વર્મી, અરવિંદ વર્મા અને રાહુલ માલવીય એકબીજા ની મદદથી ચોરી કરતા હતા. ત્યારબાદ ચોરી કરેલો માલ અરવિંદ વર્મા (રહે. ઘર નં-466, ઋષીનગર સોસાયટી મહારાણા પ્રતાપ ચોક પાસે ગોડાદરા લિંબાયત સુરત) ના ઘરે સતાડી રાખ્યો હતો. પોલીસે અરવિંદ વર્માના મકાનમાંથી કુલ્લે 14 પાર્સલ જેમાં તાકા નંગ-34 આશરે કુલ્લે 3736 મીટર જેટલો રૂપિયા 1,77,300નો માલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓ પોતે કરેલા ગુનાની કબૂલાત કરતા પુણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.