પ્રમુખ સામે હૈયાવરાળ:‘RTOઓ માટે કામરેજથી પાલ સુધી 30 કિમી લાંબા થવું પડે છે’

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના તાલુકા પંચાયત પ્રમુખની પ્રદેશ પ્રમુખ સામે હૈયાવરાળ

સુરતને બીજી આરટીઓ આપવા ફરી માંગ ઉઠી છે. આ વખતે ભાજપના જ કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખને માંગ કરાઇ છે.કામરેજમાં આરટીઓ માટે ફોગવા દ્વારા પણ રજુઆત કરવામાં આવી છે.રજુઆતમાં કહેવામાં આવ્યું છે કે હાલ સુરત પૂર્વના વિસ્તારમાં આવેલ રહીશો અને ઉદ્યોગો ને RTO માટે ના કોઈપણ કામ માટે પાલ ખાતે આવેલી RTO ઓફિસ જવું પડે છે જે આજના સમયમાં ખુબજ અગવડ રૂપ છે.

જેથી અમારું એવું સૂચન છે કે RTO ઓફિસ કામરેજ ખાતે ચાલું કરવામાં આવે જેથી સુરત પૂર્વના વિસ્તારના લોકોને સગવડ મળી રહે અને સમય નો બચાવ પણ થઇ શકે.​​​​​​​કામરેજ અને આસપાસ રહેતા લાખો લોકોએ કામરેજથી છેક પાલ સુધી અંદાજિત 30 કિમી સુધી આરટીઓના કામ માટે લાંબા થવું પડે છે. જેના નિરાકરણ માટે અગાઉ પણ ઘણીવાર માંગ કરવામાં આવી ચુકી છે.

જીજે -28 માટે બનેલી પાલ કચેરીમાં જીજે -05નું કામકાજ
મજુરાગેટ પાસે આવેલી જૂની આરટીઓ કચેરી બંધ કરી એનું કામકાજ નવી બનેલી પાલ આરટીઓ કચેરીમાંથી શરુ કરી દેવામાં આવ્યું હતું. જેતે સમયે પાલ આરટીઓ કચેરી એટલા માટે જ બનાવવામાં આવી હતી કે સુરતનો બીજો રજીસ્ટ્રેશન કોડ જીજે 28 શરુ કરી શકાય પણ જીજે 5 માટેની નવી કચેરી બનાવવાનું કામ ટલ્લે ચડી જતા પાલ ખાતેથી જ વર્ષોથી જીજે 05નું કામકાજ ચાલે છે.અગાઉ સુરત શહેરને બે ભાગમાં વહેંચી આરટીઓની બે કચેરી કરવાનું કામ સરકારે હાથ પર લીધું હતું પણ કામ આગળ વધી શક્યું ન હતું. કામરેજ ખાતે નક્કી કરવામાં આવેલી જગ્યા સામે સ્થાનિકોના વાંધા હોવાને લીધે એ જગ્યા ફાઇનલ થઇ શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...