સુરતમાં વધુ એક નરાધમને ફાંસી:રેપ-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી બાળકીની હત્યા કરનારને કોર્ટે ફાંસીની સજા ફટકારી, દોષિતે નિર્લજ્જતા પૂર્વક સ્વીકાર્યું કોઈ પસ્તાવો નથી

સુરત23 દિવસ પહેલા

સુરતના પુણા ગામમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી તેના માથામાં પત્થર મારી હત્યા કરી ખાડામાં દાટી દેનારા આરોપી રામપ્રસાદ સિંહને કોર્ટે 20 જુલાઈના રોજ તકસીરવાર ઠેરવ્યો હતો. આજે આ કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. જેમાં નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આરોપી સામે સમગ્ર કેસ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ચલાવ્યો હતો. જેમાં 15થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા.

કોર્ટની બહાર નીકળતા દુષ્કર્મના દોષિત લાલનસિંહે દિવ્યભાસ્કર સમક્ષ નિર્લજ્જતા પૂર્વક સ્વીકાર્યું હતું કે, એણે જે કર્યું એના તેના કોઈ પસ્તાવો નથી. એક ભૂલ થઈ ગઈ જેની આ સજા છે. ખૂબ ચિલ્લાઈથી ઇસ લિયે મેને ઉસે માર દિયા.

ક્રૂર નરાધમે બાળકીને દાટી દીધી હતી
આ કેસની અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે, આરોપીએ અંદાજિત 7 કિલોની બાળકી પર 15 કિલોથી વધુના વજનનો પથ્થર મૂકી હત્યા કરી હતી. બાદમાં નજીકના ખાડામાં દાટી દીધી હતી. બાળકીની છાતી પર મૂકેલા ભારી પથ્થરથી બા‌ળકીની એક તરફની પાંસળી બેસી ગઈ હતી તો બીજી તરફની ઉપસી આવી હતી.

સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઓળખ થઈ હતી.
સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઓળખ થઈ હતી.

ઝડપથી ચાર્જશીટ થયા બાદ કેસ ચાલ્યો
કેસની વિગત મુજબ, આરોપી 13મી એપ્રિલે ઘર નજીકથી બાળકીને ઉંચકીને અવાવરુ જગ્યાએ લઈ જઈ પિશાચી કૃત્ય આચર્યું હતું. સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઓળખ થઈ હતી અને પોલીસે તેને ઝડપી લીધો હતો. ઝડપથી ચાર્જશીટ થયા બાદ કેસ ચાલ્યો હતો અને કોર્ટે હત્યા અને પોક્સોના કેસમાં 20 જુલાઈના રોજ દોષિત ઠેરવ્યો હતો. જ્યારે આજે સુરત એડિશનલ ડ્રિસ્ટિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ ડી. પી. ગોહિલે રામપ્રસાદ ઉફે લલનસિંગ મહેશસિંગ ગૌણને ફાંસીની સજા ફટકારી હતી.

ત્રણ લાખનું વળતર આપવાનો પણ હુકમ
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આરોપીના સીસીટીવી ફેસ રેકોગ્નાઈઝેશન અને મેડિકલ પુરાવા આ કેસમાં મહત્વના સાબિત થયા હતા. આરોપીને ફાંસીની સજા સંભળાવવાની સાથે સાથે ભોગ બનનાર પરિવારને ત્રણ લાખનું વળતર આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.

આરોપીએ જ બાળકી પર દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ જ્યાં દાટી હતી તે પણ પોલીસે આરોપી પાસેથી જ માહિતી મેળવી હતી.
આરોપીએ જ બાળકી પર દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ જ્યાં દાટી હતી તે પણ પોલીસે આરોપી પાસેથી જ માહિતી મેળવી હતી.

104 દિવસમાં ચુકાદો અપાયો
ઘટના બન્યાના થોડા દિવસોમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો તથા આરોપીની ઓળખ થઈ ગઈ હતી. આરોપીએ જ બાળકી પર દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ જ્યાં દાટી હતી તે પણ પોલીસે આરોપી પાસેથી જ માહિતી મેળવી હતી અને તેના આધારે જ આરોપીને આજે આ સજા મળી હોવાનું સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું. બનાવ બન્યાના થોડા દિવસ એટલે કે કુલ 104 દિવસમાં ચુકાદો આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ગરીબ પૈસાદાર સમાન
સરકારી વકીલે જણાવ્યું હતું કે મેં કોર્ટમાં દલીલ કરી હતી કે આ ગરીબ પરિવારની બાળકી હતી. રાત્રે નગ્ન હાલતમાં તેના માતા પિતા સાથે રસ્તા પર સૂતી હતી એ દરમિયાન આરોપી ત્યાંથી પસાર થયો અને તેનો વાસનાનો કીડો સાંળવળ્યો હોય તેમ બાળકીને ઉઠાવી લઈ જાય તેની સાથે આ કૃત્ય કર્યું હતું. ગરીબ પરિવારને ન્યાય અપાવવા માટે તંત્ર પોલીસ કોર્ટ સહિત તમામ એ ખૂબ મહેનત કરી હતી અને આજે આ ચુકાદો આવ્યો છે. જેથી પૈસાદારને પણ જે સુવિધા મળે તેવી જ સુવિધા અહીં ગરીબ પરિવારને અપાવી હતી અને એવી દલીલ મેં કોર્ટમાં પણ રજૂ કરી હોવાનું નયનભાઈ સુખડવાલાએ વધુમાં ઉમેર્યું હતું.

આરોપીએ બરબરતાપૂર્વક બાળકીની હત્યા કરી હતી.
આરોપીએ બરબરતાપૂર્વક બાળકીની હત્યા કરી હતી.

ભરૂચનો ચુકાદો ટાંક્યો
નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આ કેસમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદા ટાંકવામાં આવ્યા હતા. આ સાથે જ ભરૂચનો શંભુ પઢિયારનો કેસ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં ચાર વર્ષના બાળકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. જોકે આ કેસમાં બાળકી સાથે આરોપીએ બરબરતા પૂર્ણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરી હતી અને લાશને દાટી દીધી હતી. તેથી શંભુ પઢિયાર કેસ કરતા પણ આ કેસ ગંભીર હોવાનું મેં દલીલમાં કહ્યું હતું. જેના આધારે હજુ ચુકાદો આજે કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...