તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • State Minister For Railways Darshana Jardosh And CR Patil Visit Union Railway Minister To Increase Train Stoppage And Lengthen Trains In South Gujarat

લોકોની માગની રજૂઆત:દક્ષિણ ગુજરાતમાં ટ્રેનના સ્ટોપેજ વધારવા અને ટ્રેનોને લંબાવવા રાજ્યકક્ષાનાં રેલમંત્રી દર્શના જરદોષ અને સીઆર પાટીલની કેન્દ્રીય રેલમંત્રીની મુલાકાત લઇ રજૂઆત

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દર્શના જરદોષ અને સીઆર પાટીલ. - Divya Bhaskar
દર્શના જરદોષ અને સીઆર પાટીલ.
  • શતાબ્દી અને ગુજરાત ક્વીન ટ્રેનને ગાંધીનગર સ્ટેશન સુધી લંબાવવાની રજૂઆત
  • વલસાડથી પાલનપુર અને પાલનપુરથી વલસાડ સાંજની ટ્રેન શરૂ કરવા રજૂઆત

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ અને પર્યટન સ્થળ તેમજ લોકોને પોતાના ગંતવ્ય સ્થાન પર જવા માટે ટ્રેનના સ્ટોપેજ વધારવા અને કેટલીક ટ્રેનોને લંબાવવા માટેની મહત્વની રજૂઆતો કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવજીને કરવામાં આવી છે. દર્શના જરદોષ રાજ્યકક્ષાના રેલવેપ્રધાન બન્યા બાદ આ પહેલી રજૂઆત કરવામાં આવી છે. દર્શના જરદોષ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી.જેમાં દક્ષિણ ગુજરાતની રેલવે તંત્રને લઈને કેટલીક મહત્વની માગણીઓ છે તે મૂકવામાં આવી છે.

લોકોની મુસાફરી વધુ સરળ થાય તે માટે રજૂઆત
દક્ષિણ ગુજરાતથી ગાંધીનગર જતા યાત્રિકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી શતાબ્દી અને ગુજરાત ક્વીન ટ્રેનને ગાંધીનગર સ્ટેશન સુધી લંબાવવાની રજૂઆત કરી કરવામાં આવી છે. ગાંધીનગર સુધી લંબાવવામાં આવે તો મુસાફરો સીધા ગાંધીનગર ખાતે પોતાના કામકાજ સરળતાથી પૂર્ણ કરી શકે. તેવી જ રીતે વલસાડથી પાલનપુર અને પાલનપુરથી વલસાડ સાંજની ટ્રેન શરૂ થાય તો ઉત્તર ગુજરાતનાં લોકોની મુસાફરી વધુ સરળ થાય તે માટે પણ રજુઆત કરવામાં આવી છે.

દિલ્હી રેલવે સ્ટેશન પર વેપારીઓની અવ્યવસ્થાને દૂર કરવા રજૂઆત
દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ અને ફળદ્રુપ જમીન હોવાને કારણે અહીં ફ્રૂટની ઉત્પાદકતા પણ ખૂબ જ વધુ છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને અમલસાડ વિસ્તારની અંદર ચીકુનો મબલક પાક થાય છે તે રાજ્યમાં જ નહિ પરંતુ દેશના તમામ રાજ્યમાં તેની ખૂબ મોટા પ્રમાણમાં માગ છે અને વિદેશોમાં પણ તેનું નિકાસ મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ નવસારી-અમલસાડથી ચીકુની ટ્રેન દિલ્હી જાય છે. દિલ્હીનાં પ્લેટફોર્મ પર થોડી અવ્યવસ્થાને કારણે વેપારીઓને તકલીફ પડે છે. આ અવ્યવસ્થા દૂર થાય તો વેપારીઓની દ્વારા છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી રહી હતી. તેને ધ્યાનમાં રાખીને આજે કેન્દ્રીય રેલવે મંત્રીને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરાઇ છે.

નવસારી સ્ટેશન પર ટ્રેનનાં સ્ટોપેજ વધારવા માગ
ગુજરાત સરકાર હંમેશા પર્યટન સ્થળને વધારવા માટેના પ્રયાસો હાથ ધરી રહી છે. તેના માટે વર્ષોથી પર્યટન તરીકે વિકસાવી શકાય તેવા સ્થળોની શોધ કરીને તેના માટે રાજ્ય સરકાર દ્વારા અલાયદા આયોજનો કરીને ઝડપથી તેને વિકસાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દાંડીએ એક ઐતિહાસિક સ્થળ છે. દેશ-વિદેશમાંથી અનેક પર્યટકો અહીં આવે છે. દાંડી ટ્રેન ઊભી રહેતી નથી. જો નવસારી સ્ટેશન પર ટ્રેનનાં સ્ટોપેજ વધારવામાં આવે તો પર્યટકોને સુગમતા રહે અને દાંડીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં વધારે સરળતા રહે.

કેન્દ્રીય રેલવે પ્રધાને હકારાત્મક પ્રતિભાવ અને જરૂરી વ્યવસ્થા કરવાની ખાતરી આપી
નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના જણાવ્યાનુસાર દક્ષિણ ગુજરાતના રેલવે મંત્રાલયને યાત્રીઓ અને વેપારીઓને જે મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે તે અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી છે. રાજ્યકક્ષાના કેન્દ્રીય રેલવેમંત્રી દર્શના જરદોશ સાથે રહીને કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવજીને આ રજૂઆતોને કરી હતી. જે તેમને ઊંડાણપૂર્વક સાંભળીને હકારાત્મક પ્રતિભાવ આપ્યો અને જરૂરી વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી.