તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 3 Thousand For Putting Ganga Water In The Mouth After Seeing A Corona Patient In Surat, 1000 Rupees For Delivering A Dead Body To The Crematorium

મૃતદેહ પર કમાણી:સુરતમાં કોરોના મૃતકના દર્શન કરી મોઢાંમાં ગંગાજળ મૂકવાના 3000 હજાર, મૃતદેહ સ્મશાન પહોંચાડવાના 1000 રૂપિયા પડાવે છે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતના સ્મશાનોમાં લાગેલી લાઈનોની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરતના સ્મશાનોમાં લાગેલી લાઈનોની ફાઈલ તસવીર.
  • સુરતમાં રોજ 100થી વધુ લોકોના કોવિડ ગાઈડલાઈન્સ પ્રમાણે અંતિમસંસ્કાર

કોરોનાના કારણે સુરત શહેર જિલ્લામાં મૃત્યુનો આંકડો વધ્યો છે. જેને પગલે સ્મશાનમાં પણ વેઈટિંગ ચાલી રહ્યા છે. જ્યારે આવી સ્થિતિમાં પણ લેભાગૂઓ રૂપિયા પડાવવાનું ચૂકતા નથી. કોરોના દર્દીના મોત બાદ તેના દર્શન કરી મોઢાંમાં ગંગાજળ મકૂવાના 3000 રૂપિયા પડાવવામાં આવે છે. આ સાથે મૃતદેહને સ્મશાન પહોંચાડવા માટે 500થી લઈને 1000 રૂપિયા લેવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

અંતિમસંસ્કાર માટે વેઈટિંગ હોવાનું કહી ફસાવે છે
સુરત શહેરમાં કોરોનાના કેસની સાથે મોતમાં પણ વધારો થયો છે. સુરત શહેરમાં રોજ 100થી વધુ લોકોના કોવિડ ગાઈડલાઈન્સ પ્રમાણે અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જે લોકોને મૃતક સાથે વધુ લાગણી હોય છે તે અંતિમસંસ્કાર માટે રૂપિયા પડાવતા લેભાગૂઓનો શિકાર બનતા હોય છે. પહેલાં મૃતદેહના અંતિમસંસ્કાર માટે વેઈટિંગ હોવાનું કહી ફસાવવામાં આવે છે.

મૃતકોના સગાંની લાગણીથી સાથે રૂપિયાની રમત
મૃતદેહ પર રૂપિયા પડાવતા લોકો દ્વારા લોકોને કહેવામાં આવે છે કે, મૃતદેહને જે સ્મશાનમાં લઈ જવા માટે કહેવાયું છે ત્યાં ઘણું વેઈટિંગ છે, બોડી મૂકીને પરત આવી જવું પડશે. ત્યારબાદ વધુ ચર્ચા થયા બાદ કોઈ સ્મશાન એવું છે કે જ્યાં તમને મૃતકના દર્શન પણ કરવવામાં આવશે. ગંગાજળ મોઢામાં મૂકવા અને તુલસી ફુલ જેવી વસ્તુ મૂકવા દેવામાં આવશે. જોકે, તેના માટે 3000 રૂપિયા થશે. મૃતકના સગાંની લાગણીથી જોડાયેલા હોય રૂપિયાની ચૂકવણી પણ કરી દેતા હોય છે. આવી કેટલીક ફરિયાદો પણ બહાર આવી છે.

રોજ 100થી વધુ લોકોના કોવિડ ગાઈડલાઈન્સ પ્રમાણે અંતિમસંસ્કાર કરવામાં આવે છે.
રોજ 100થી વધુ લોકોના કોવિડ ગાઈડલાઈન્સ પ્રમાણે અંતિમસંસ્કાર કરવામાં આવે છે.

મૃતદેહ સ્મશાન લઈ જવા 500થી 1000ની વસૂલાત
અગાઈ રાંદેરના પૂર્વ કોર્પોરેટરના પતિએ શબવાહિનીના ડ્રાઈવર દ્વારા પૈસા વસૂલાતા હોવાની ફરિયાદ કરી હતી. જેમાં કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પણ સસ્પેન્ડ કરાયો હતો. જોકે, આ બાદ પણ મૃતકના સગાં પાસે રૂપિયા વસૂલી થઈ રહી છે. મૃતકના સગા પાસેથી ઈચ્છા મુજબના સ્મશાનમાં લઈ જવા માટે 500થી 1000 રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપો થયા છે.

સુરતના સ્મશાનોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે.
સુરતના સ્મશાનોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે.

મૃતદેહ પર રૂપિયા પડાવતી ટોળકીની મોડસ ઓપરેન્ડી
મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે, જે વિસ્તારના મૃતક હોય તેની વિરુદ્ધ દિશાના સ્મશાનમાં અંતિમવિધિ માટે મેમો મળ્યો છે તેવું મૃતકના સગાંને કહેવામાં આવે છે. સગા પોતાના વિસ્તારના સ્મશાનમાં અંતિમવિધિ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરે ત્યારે પહેલાં ઈન્કાર કરીને બાદમાં 500થી 1000 રૂપિયા વસૂલીને સગાં કહે તે સ્મશાનમાં મૃતદેને અંતિમક્રિયા માટે લઈ જવામાં આવે છે. જ્યાં પણ લેભાગૂઓ અંતિમસંસ્કાર માટે રૂપિયા પડાવવા તૈયાર હોય છે. આ પહેલાં પણ અશ્વિનીકુમાર સ્મશાનમાં વહેલા અંતિમસંસ્કાર માટે રૂપિયા પડાવાતા હોવાની ફરિયાદ થઈ ચૂકી છે.

શબવાહિનીવાળા પણ રૂપિયા પડાવી રહ્યા છે.
શબવાહિનીવાળા પણ રૂપિયા પડાવી રહ્યા છે.