રસી મળશે?:સુરતમાં ધંધાકીય એકમો સાથે સંકળાયેલા લોકો માટે ખાસ રસીકરણ, સેન્ટર્સ બહાર લાઈનો લાગી

સુરત4 મહિનો પહેલા
વેક્સિનેશન સેન્ટર બહાર લાઈનો લાગી.
  • કામદાર વર્ગ રસીકરણ કેન્દ્ર પર લાઈનમાં જોવા મળ્યા

સુરતમાં 99 સેન્ટરો ઉપર રસીનો જથ્થો આપવામાં આવ્યો છે. પ્રત્યેક સેન્ટર ઉ૫૨ 225 વ્યક્તિઓને કોરોનાની રસી મુકવા ની વ્યવસ્થા કરવામાં આવી છે.દિવસ દરમિયાન કુલ 22 હજાર કરતા વધુ લોકોને રસી આજે આપવામાં આવશે. જેને લઈને સેન્ટર્સ પર ધંધાકીય એકમો સાથે સંકળાયેલા લોકોએ લાઈનો લગાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તા.31 જુલાઈ સુધીમાં વેક્સિનનો ડોઝ લઇ લેવા વેપારીઓને અંતિમ મુદત અપાઇ છે.

ઔદ્યોગિક એકમોને ધ્યાનમાં રાખીને કામગીરી
સુરતમાં વેક્સિનેશનને વેગ આપવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ ફેલાવી શકે તેવા ચોક્કસ વર્ગને પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ઓળખ કરવામાં આવે છે. તે વર્ગ સુધી પહોંચીને સરળતાથી અને ઝડપથી વેક્સિનેશનની કામગીરી કરવા માટે નિર્ણય લેવાઈ રહ્યા છે. જેથી કારણે સુરત શહેરની અંદર કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય. વિવિધ ઔદ્યોગિક એકમોને ધ્યાનમાં રાખીને કામગીરી શરૂ કરવામાં આવી છે.

સવારથી લોકોએ લાઈન લગાવી છે.
સવારથી લોકોએ લાઈન લગાવી છે.

ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોને રસીકરણ કરવું જરૂરી
સુરતના આંજણા વિસ્તારમાં મોટી સંખ્યામાં કામદાર રહે છે. આવા અનેક વિસ્તારો છે કે જ્યાં ટેક્સટાઇલ તેમજ અલગ અલગ ફેક્ટરીઓમાં નોકરી કરતા લોકો મોટી સંખ્યામાં છે. લુમ્સ, સંચાખાતા, પ્રોસેસિંગ હાઉસ, સચીન જીઆઇડીસી, પાંડેસરા જીઆઈડીસી, ઉધના, પાંડેસરા સહિતના નાના મોટા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોને રસીકરણ કરવું ખૂબ જ જરૂરી છે. કારણકે ત્યાં અનેક વ્યક્તિઓ એકબીજાને સંક્રમિત કરી શકે તે પ્રકારની સ્થિતિ હોય છે. પરિણામે જો તમામ લોકો સંક્રમિત થાય તો અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. મહાનગરપાલિકા દ્વારા તમામ ઔધોગિક એકમો સાથે જોડાયેલા લોકોને ઝડપથી વેક્સિનેશન થાય તે દિશામાં કામગીરી શરૂ કરી છે.

ખાસ રસીકરણ અભિયાનમાં લોકો રસી લેવા ઉમટ્યા.
ખાસ રસીકરણ અભિયાનમાં લોકો રસી લેવા ઉમટ્યા.

વેક્સિન ઝડપથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ
સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે અમારી પાસે જેટલો વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ હોય છે તે ઝડપથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. વેક્સિન કેટલી લાવવી તે અમારા હાથમાં નથી પરંતુ અમને જેટલી પણ મળે છે એ તમામ વેક્સિન લોકોને ઝડપથી આપવાનો આયોજન અમે કરીએ છે. આજે 22 હજાર કરતાં વધુ વ્યક્તિઓનો જથ્થો પ્રાપ્ત થયો છે ત્યારે ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા કામદારોને વેક્સિન મળે તે એવો અમારો પૂર્ણ આગ્રહ છે. ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા હોય કે અન્ય કોઈપણ ઉદ્યોગો સાથે જોડાયેલા હોય તેવા કામદારોને વેક્સિન આપવાથી કોરોના સંક્રમણ ઉદ્યોગિક એકમોમાં પ્રસરતા અટકાવી શકાય છે.