તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:પરિવારની મહિલા અને બાળકો સાથે ગોવાથી કારમાં ચોરખાના બનાવી સુરતમાં દારૂ ઘૂસાડતા શેરબ્રોકર સહિત 3 ઝડપાયા

સુરત14 દિવસ પહેલા
દારૂની હેરાફેરી માટે બે SUV કારમાં ચોરખાના બનાવ્યા હતા.
  • દારૂની હેરાફેરી કરતા શેર બ્રોકરે અગાઉ પણ બે ટ્રીપ મારી હતી
  • બે SUV કારમાંથી 3185 બોટલ દારૂ મળ્યો, ત્રણની ધરપકડ કરાઈ

સુરતમાં સચિન મરોલી વચ્ચેથી DCBએ રૂપિયા પોણા પાંચ લાખના વિદેશી દારૂ સાથે ત્રણ પુરુષ-બે મહિલા અને 3 બાળકો ભરેલી બે SUV કારને ઝડપી પાડી છે. ગોવાથી સુરત ઇનોવા કારમાં સીટ નીચે ચોર ખાના બનાવી દારૂની હેરાફેરીનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે અલગ-અલગ બ્રાન્ડની 3185 બોટલો મળી 35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પરિવાર અને સ્ટાફની મહિલાને ગોવા ફરવા લઈ જઈ દારૂની હેરાફેરી કરતા શેર બ્રોકરે અગાઉ પણ બે ટ્રીપ મારી લાખો રૂપિયાનો દારૂ સુરતમાં ઘૂસાડ્યો હોવાનું બહાર આવ્યું છે.

ગોવાથી બે ઇનોવા કારમાં દારૂ લાવી રહ્યા હતા
DCBના ACP સરવૈયાએ જણાવ્યું હતું કે મોરા ભાગળ ન્યુ સૌરભ સોસાયટીમાં રહેતા ફાલ્ગુનભાઈ ઈશ્વરભાઈ મેથીવાલા ગોવાથી બે SUV કારમાં વિદેશી બ્રાન્ડની ઇમ્પોટેડ દારૂના જથ્થો લઈ સુરતમાં આવી રહ્યા હોવાની કન્ફર્મ બાતમીના આધારે પોલીસે સચિન મરોલી વચ્ચે વોચ ગોઠવી હતી. માહિતીના આધારે બન્ને ઇનોવા કારને ઉભી રાખી તપાસ કરતા પરિવાર સિવાય કશું પણ મળી આવ્યું ન હતું. જોકે પાછળથી સીટ નીચે શંકાસ્પદ દેખાતા તપાસ કરી તો ચોરખાના બનાવી દારૂની હેરાફેરીનું મોટું રેકેટ સામે આવ્યું હતું.

કારના બોનેટમાં પણ દારૂ સંતાડવામાં આવ્યો હતો.
કારના બોનેટમાં પણ દારૂ સંતાડવામાં આવ્યો હતો.

શેર બ્રોકર પત્ની, 3 બાળકો અને ઓફિસ સ્ટાફની મહિલાઓને ગોવા લઈ જતો
વધુમાં જણાવ્યું હતું કે ફાલ્ગુનભાઈ શેર બજારમાં બ્રોકર તરીકે કામ કરે છે અને ગોવાથી ઇમ્પોટેડ દારૂ લાવી વેચી રહ્યા હોવાની કબૂલાત કરી છે. કોઈને શંકા નહીં જાય એટલે પરિવાર સાથે એટલે કે પત્ની અને 3 બાળકો અને ઓફિસ સ્ટાફની મહિલાને ગોવા ફરવા લઈ જઈ દારૂ ભરીને લાવતા હતા. અગાઉ પણ આવી જ રીતે બેવાર હેરાફેરી કરવામાં સફળ થયા બાદ આ ત્રીજી ટ્રીપ મારી હતી.

કારમાં સીટ નીચે ચોરખાના બનાવ્યા હતા.
કારમાં સીટ નીચે ચોરખાના બનાવ્યા હતા.

સીટ નીચે, બોનેટમાં અને બમ્પરમાં ચોરખાના બનાવ્યા હતા
વધુમાં જણાવ્યું હતું કે દારૂની હેરાફેરી માટે ઇનોવા કારમાં સ્પેશિયલ ચોર ખાના બનાવવામાં આવ્યા હતા. પોલીસે 4,93,250 ની કિંમતની વિવિધ બ્રાન્ડની 3185 બોટલ ઝડપી પાડી છે. તમામ બોટલ સીટ નીચે, બોનેટમાં અને બમ્પરમાં ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. હાલ પોલીસે દારૂની હેરાફેરીથી અજાણ મહિલાઓ બાળકોને છોડી ફાલ્ગુનભાઈ સહિત ત્રણ સામે ગુનો નોંધી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ વાઘોડિયા અને પીઆઈ ઘાસુરા અને એમની ટીમની પ્રસંસનિય કામગીરી રહી છે.

શેર બ્રોકર સહિત ત્રણની ધરપકડ કરાઈ.
શેર બ્રોકર સહિત ત્રણની ધરપકડ કરાઈ.

પકડાયેલા આરોપીઓ

  • ફાલ્ગુન ઈશ્વરભાઈ મેથીવાલા
  • વિકાશસીંગ ઈન્દ્રમણી ઉપાધ્યાય
  • આબીદ જૈનુદ્દીન સૈયદ

વોન્ટેડ જાહેર

  • અનીલ ઉર્ફે ધજય રહે. ગોવા