તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેબિનાર:"ભાર વિનાના ભણતર માટે બાળકને ઋતુ વર્ણન કવિતાથી શિખવાડવું પડશે'

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવી શિક્ષણ નિતીના અમલીકરણ અને પડકાર મામલે સાર્વજનિક સોસાયટીએ યોજ્યો વેબિનાર

આખા શિક્ષણકાર્યમાં સૌથી મુશ્કેલ અને અગત્યનો વિષય એ પ્રાથમિક શિક્ષણ છે. તેની પાછળ ઘણા કારણ જવાબદાર છે. પહેલું કારણ છે બાળક કૂમળો છોડ છે. તેના ઉપર વિચાર અને વ્યક્તિત્વ ઘડતરની શરૂઆત થઈ રહી હોય છે. બીજુ કારણ એ સમયે બાળકનું એક અલગ વિશ્વ હોય છે. તે પોતાનામાં જ ખોવાયેલું હોય છે. અને ત્રીજું કારણ બાળક અતિ સંવેદનશીલ હોય છે. જેથી પ્રાથમિક શિક્ષણની નીતિ બાળમાનસની સમજણ સાથે ઘડાવી જોઈએ. શિક્ષણનીતિ ફક્ત એક દિશા છે તેનાથી વધારે કંઈ નથી. જીવન ભારતી મંડળ અને સાર્વજનિક એજયુકેશન સોસાયટી દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-એક અમલીકરણના માર્ગે વેબિનાર શૃખંલાનું આયોજન કરાયું હતું. જેમાં આ વાત ડો.જયનારાયણ વ્યાસે કરી હતી.

કોમ્પ્યુટર શીખવું જરૂરી, પણ પ્રેક્ટિકલ જ્ઞાનના ભોગે નહીં: ડો.જયનારાયણ વ્યાસ
⦁{ હાલ બાળક પર સૂત્રોનો ભાર નાંખી દેવાય છે. શાળાના ઓરડામાંથી જ નહિ પણ દરેક દિશામાંથી શિક્ષણ મળવું જોઈએ. પશુ-પંખી, પ્રકૃતિ દરેક બાજુથી બાળકમાં સારા વિચારો આવવા જોઈએ. જેને કોઈ નીતિમાં ન લખી શકાય પરંતુ અમલમાં મુકી શકાય.
⦁{ બાળકને ભાર વગરનું ભણતર ભણાવવું હોય તો ઋતુવર્ણન તેને કવિતાઓ દ્વારા શિખવાડવું પડશે.
⦁{ પ્રાથમિક શિક્ષણ એ એવું શિક્ષણ છે જેમાં બાળક રમતા રમતા નિષ્ણાત બની જાય. આજના સમયમાં કમ્પ્યુટર શિખવાડવું જરૂરી છે પરંતુ આપણું જે પ્રેક્ટિકલ જ્ઞાન છે એ છોડીને નહિ.
⦁{ હાલ બાળક શાળાએ જાય તો સરેરાશ 7થી 8 કિલો વજન ઊંચકીને જાય છે. તેને ઘટાડવું જોઈએ. ધોરણ-5 સુધી કોઈ પુસ્તક લાવવાના જ નહિ તેવું કરવું જોઈએ. એક નોટબુક મંગાવો અને બાકીની નાની બાળવાર્તાઓનું પુસ્તક શાળામાંથી વાંચવા આપવું જોઈએ. બાળકને પોતાની વાત પોતાની રીતે કરવા દો.
⦁{ શિક્ષણ નીતિમાં માત્ર આદર્શની વાત કરો અને અમલીકરણ માટે મૌન રહો એ નીતિ ન કહેવાય. નવી શિક્ષણનીતિ જે કાગળ પર છે તેનો જો અમલ કરવામાં આવે તો કંઈક અંશે પરિણામ મળશે.

સમાજે પણ નવી શિક્ષણ નિતીને સ્વીકારવી પડશે
ડો.કાર્તિકેય ભટ્ટે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં સર્વાંગી વિકાસની વાત થાય છે પરંતુ એ વાત અમલમાં ત્યારે આવશે જયારે શિક્ષકોની સાથે સમાજ પણ સ્વીકારશે. માતા-પિતા પણ ભણતર સાથેની વિવિધ પ્રવૃત્તિને સમજશે. હાલમાં વિદ્યાર્થી શાળામાં તેના 5 કલાક જો કોઈ ઇતર પ્રવૃત્તિમાં આપે તો ત્યારે જે એનું શિક્ષણ બગડે તે ફરીથી મળી શકે તેની કોઈ વ્યવસ્થા જ નથી. હાલ કાગળ પર 60 વિદ્યાર્થીઓએ 1.5 શિક્ષકનો રેશિયો છે. નવી નીતિમાં 25થી 30 વિદ્યાર્થીઓ વચ્ચે 1 શિક્ષકનો રેશિયો કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...