સચિન પલસાણા હાઈવે પર આલ્ફા હોટેલ નજીક ડ્રાઈવર અનીલ કુમાર રામસજીવનની હથિયાર વડે માથાના ભાગે માર મારી હત્યા કરવામાં આવી હતી. આ મામલે સચિન પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં સચિન પોલીસે પરેશભાઈ ભગવાનજી ભોજાણી અને ખુરશીદ બિસ્મિલ્લાહ અંસારીની ધરપકડ કરી છે. જમવા બાબતે ડ્રાઇવર સાથે ઝઘડો થયા બાદ હત્યા થઈ હોવાનો ચોંકાવનારી માહિતી મળી છે.
ત્રણ ટ્રક લઈને મહારાષ્ટ્ર જવા નીકળ્યા હતા પોલીસ તપાસમાં મરણજનાર અનીલ કુમાર તથા આરોપીઓ ડમ્પરોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા અને ત્રણેય ડ્રાઈવરો મગદલ્લા પોર્ટથી કોલસો ભરી ચાલીસગાવ મહારાષ્ટ્ર જવા માટે એક સાથે ૨૨-૦૬-૨૦૨૨ના રોજ 6 વાગ્યાના સુમારે નીકળ્યા હતા અને સુરત પલસાણા હાઈવે પર આવેલી આલ્ફા હોટેલ નજીક રોકાયેલા હતા.
લોખંડના વ્હીલ સ્ટેપનીના પાના વડે હત્યા
આરોપી ખુરશીદ અંસારી પોતાના વાહનની કેબીનમાં જમવાનું બનાવતો હતો. તે દરમ્યાન જમવા બાબતે મરણ જનાર અનીલ અને આરોપીઓ વચ્ચે તકરાર થતા આરોપીઓએ રાત્રીના નવથી સાડા નવ વાગ્યાના અરસામાં અનીલને લોખંડના વ્હીલ સ્ટેપનીના પાના વડે ગંભીર ઈજાઓ કરી મોતને ધાટ ઉતારી દીધો હતો. આ મામલે સચિન પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.