લોકો ત્રાહિમામ:કૃત્રિમ તળાવ ભરવા પીવાનું પાણી લેવાતા અડાજણમાં ચાર દિવસથી લોકો ત્રાહિમામ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાપીમાંથી પાણી ખેંચવાની પ્રક્રિયા સમયે વીજ પાવર ડૂલ થઇ જતો હોવાની રાવ
  • લો-પ્રેશર અને પાવર કટની સમસ્યા,હાઇડ્રોલિક-DGVCL એ બેઠક કરી

શહેરના અડાજણ અને પાલ સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લાં 4 દિવસથી લો પ્રેશરથી પાણી આવવાની તેમજ અચાનક વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યા સામે આવી રહી છે. ગણેશ વિસર્જનનાં દિવસે પણ પુરતાં પ્રમાણમાં પાણી ન મળતા પાલનપોર, અડાજણ, આનંદ મહેલ રોડ અને પાલના રહીશોએ પાલિકાને ફરિયાદ કરતાં પાલિકાના હાઇડ્રોલિક વિભાગે વીજ પાવર રાબેતા મુજબ બને તો સમસ્યા ઉકેલાઈ જશે તેવી હૈયાધરપત આપી હતી. શનિવાર સાંજે ફરી વીજ પુરવઠો ખોટકાતાં હાઇડ્રોલિકે અન્ય વિસ્તારમાંથી પાણી પુરવઠો લઇ અસરગ્રસ્ત વિસ્તારોમાં સપ્લાય કર્યું હતું. જ્યારે નદી કિનારે બનેલાં કૃત્રિમ તળાવ ભરવા તાપીમાંથી પાણી ખેંચવાનાં બદલે પીવાના પુરવઠાનો ઉપયોગ કરાતા લો-પ્રેસરની સમસ્યા ઉદ‌્ભવી હતી.

રાંદેર ઝોનના ઇન્ટેકવેલ વીજ પુરવઠો અનિયમિત હોવાના લીધે નદીમાંથી પાણી ખેંચવાની પ્રક્રિયા અટવાઈ હોવાનું પાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું. આ અંગે સ્થાનીક ઝોન અધિકારીઓ સાથે મધ્યસ્થ હાઇડ્રોલિક વિભાગને પણ ફરિયાદ કરી હોવાનું ઉમેર્યું હતું. હાઇડ્રોલિક વિભાગના ડેપ્યુટી ઇજનેર અમિષ દેસાઇએ કહ્યું કે, ‘DGVCL સાથે સંકલન કરી વીજ પુરવઠો ન ખોરવાય તે દિશામાં પ્રયાસો કરાયાં હતાં.’ જોકે શનિવાર સાંજે વધુ એક વખત પાણી સપ્લાય ખોરવાઇ હતી.

વિસર્જનમાં પણ ન્હાઇ ન શક્યા
પાલિકા અધિકારીઓ કહે છે કાલે સમસ્યા નહીં રહે પણ 4 દિવસથી પાણીની સમસ્યાનો નિકાલ કરાયો નથી. પાણી ન આવતા ગણેશ વિસર્જનનાં દિવસે નહાવાનું પડતું મૂક્યું હતું. > પ્રવિણ પટેલ, અડાજણગામ

કૃત્રિમ તળાવ ભરવામાં ભૂલ
પાલિકા ઇજનેરોએ વિસર્જન માટે નદી કિનારે બનાવેલા કુત્રિમ તળાવમાં નદીમાંથી ડિ-વોટરિંગ પંપથી પાણી ભરવાનું હતું. તેમણે પીવાના પુરવઠાનો ઉપયોગ કર્યો છે. લો-પ્રેસર માટે આ જવાબદાર છે. > ઉષા પટેલ, માજી કોર્પોરેટર

અન્ય સમાચારો પણ છે...