ડાયમંડ બુર્સ:હીરા વેપારીઓ માટે 13નો અંક અપશુકનિયાળ ડાયમંડ બુર્સમાં 12 પછી સીધો 14મો માળ હશે

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખજોદમાં બની રહેલા ડાયમંડ બુર્સનું 85 ટકા કામ પૂર્ણ, 4200 ઓફિસ હશે
  • મુલાકાતીઓને તમામ લિફ્ટમાં પણ 13મો નંબર જોવા નહીં મળે

હીરા ઉદ્યૌગ સાથે સંકળાયેલા લોકોમાંથી અનેક લોકો 13 નંબરના અંકને અપશુકનિયાળ માને છે એટલા માટે ખજોદ ડ્રિમ સિટીના ડાયમંડ બુર્સ પ્રોજેક્ટમાં 12માં માળ પછી 13 નંબરની જગ્યાએ 14 નંબરનો માળ હશે. એટલે કે, 13 નંબરનો માળ હશે જ નહીં. હાલ ડાયમંડ બુર્સના સંચાલકો પણ એ પ્રકારે જ પ્લાનિંગ કરી રહ્યા છે. બુર્સની તમામ લીફ્ટમાં પણ 13મો નંબર જોવા નહીં મળે. ડાયમંડ બુર્સ 66 લાખ સ્ક્વેર ફૂટમાં તૈયાર થઈ રહ્યું છે. જેમાં 4200 ઓફિસ હશે. હાલ 80થી 85 ટકા કામ પૂર્ણ થયું છે. મુલાકાતીઓને તકલીફ ન પડે તે માટે 2000થી વધુ લોકોનો સ્ટાફ એપોઈન્ટમેન્ટ કરાશે.

આઈ અને નંબર 1નું સાઈન બોર્ડ કાઢી નાંખવામાં આવ્યું
ડાયમંડ બુર્સમાં કુલ 9 ટાવર તૈયાર કરાઈ રહ્યા છે. જો કે, આ તમામ ટાવરમાંથી એક પણ ટાવરમાં 13 નંબરનો માળ નહીં હોય. તમામ બિલ્ડિંગમાં 12માં માળ પછી ડાયરેક્ટ 14 નંબરનો માળ હશે. હાલમાં એજ પ્રમાણે ઈન્ટર્નલ મેપિંગ કરી દેવામાં આવ્યું છે.

બુર્સમાં 9 ટાવર છે. જેને અંગ્રેજી મૂળાઅક્ષર પ્રમાણે એથી લઈ આઈ સુધી નામ અપાયા છે. પરંતુ જ્યારે વધુ લોકો બુર્સના કેમ્પસમાં આવે ત્યારે સિક્યોરીટી ચેકિંગ બાદ કમ્પ્યુટર જનરેટેડ પ્રિન્ટથી એન્ટ્રી આપતા આઈ મૂળાક્ષર એક આંકડા જેવો દેખાતો હોવાથી આઈ મૂળાક્ષરનું સાઈન બોર્ડ પણ કાઢી નાંખયું છે. આઈની જગ્યાએ ડાયરેક્ટ અંગ્રેજી આલ્ફાબેટ આઇ અને નંબર વન ની પરખ વચ્ચે અનેક લોકો મૂઝવણમાં મૂકાતા હોવાથી આઇ અને વન સાઇનેજમાં ક્યાંય પણ સ્થાન આપવામાં આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...