સફાઇ કર્મીઓની સુરક્ષા કોરાણે:તાપીની સફાઇ માટે કર્મીઓને દંડાના સહારે પાણીમાં ઉતારાયા

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્લ્ડ બેંકની ટીમને સારું દેખાડવા ઉતાવળમાં સુરક્ષા કોરાણે
  • ખજોદમાં કર્મીના મોત બાદ પણ પાલિકાએ બોધપાઠ ન લીધો

અઠવાથી કઠોર સુધીના તાપી તટ પર સૂચિત રિવરફ્રન્ટ પ્રોજેક્ટના નિર્માણ ખર્ચને પહોંચી વળવા લોન આપનાર વર્લ્ડ બેન્કની ટીમ સુરત આવી છે. જે 6 દિવસમાં પ્રોજેક્ટના પ્રેઝન્ટેશનની સાથે સ્થળ તપાસ કરશે.

ટીમ નદી કિનારાઓનું નિરિક્ષણ કરે તે પહેલાં જ પાલિકાએ કોઝવે ખાતે નદીના પટમાં લાંબા સમયથી ફેલાયેલી ગંદકીની મોટા ઉપાડે સફાઇ શરૂ કરાવી હતી. જોકે કામદારોને સુરક્ષા સાધનો વગર જ ઉતારી દેવાયા હતાં. તાજેતરમાં જ ખજોદમાં સફાઇ કર્મી પાસે પંચર બનાવાતાં ટાયર ફાટીને રિમ ઉછળતાં તેનું મોત થયું હતું.

કર્મીઓનો વિરોધ છતાં કામગીરી કરાવાઈ
પાલિકાએ રિવરફ્રન્ટ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન અને નિરિક્ષણના પહેલાં કોઝવે ખાતે તાપી નદીમાં ફેલાયેલી ગંદકી દૂર કરવાનું અભિયાન શરૂ કર્યું હતું.ઓ સફાઇ કર્મીને સ્વીમીંગ આવે છે કે નહીં? તે જાણ્યા વગર જ સફાઇ માટે ડંડા લઇ નદીમાં ઉતારવામાં આવ્યાં હતાં.

અધિકારીઓની સુચનાનું પાલન કરી રહેલાં કર્મીઓએ નાછૂટકે નદીમાં ઉતરી સફાઇ શરૂ કરી હતી. પાલિકાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કર્મીઓએ વિરોધ કર્યો હોવા છતાં સફાઈ કામગીરી કરાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...