તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પાની આડમાં કૂટણખાનું:સુરતમાં ટુરિસ્ટ વિઝા ઉપર થાઈલેન્ડથી યુવતી બોલાવતા, ગ્રાહક દીઠ એક હજાર વસૂલતા ને યુવતીને 500 આપતા, 9ની ધરપકડ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખટોદરા પોલીસ સ્ટેશનનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ખટોદરા પોલીસ સ્ટેશનનની ફાઈલ તસવીર.
  • વીઆઈપી રોડ પર સ્પાની આડમાં ચાલતા આધુનિક કુટણખાનાનો પદાફાર્શ
  • લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પા ઉપર પોલીસના દરોડા
  • ત્રણ સંચાલક સહિત નવ જણાની ધરપકડ કરવામાં આવી

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પાની આડમાં આધુનિક કુટણખાનાઓનો ધંધો શરૂ થઈ ગયો છે. અગાઉ પોલીસે અવાર નવાર સ્પામાં રેડ પાડી ગોરખધંધાનો પદાફાર્શ કયો છે. છતાંયે હજુ પણ કેટલાક સ્પામાં લોહીના વ્યાપારનો ધંધો ફુલ ફ્લેગમાં ચાલી રહ્યો છે. આવા જ એક વેસુ વીઆઈપી રોડ ખાતે એલાન્ટા બિઝનેશ હબમાં આવેલા સ્પામાં સ્થાનિક પોલીસના સર્વલન્સ સ્ટાફે દરોડા પાડી તેમના ગોરખધંધાનો પદાફાર્શ કરી ત્રણ સંચાલક સહિત નવ જણાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ટુરિસ્ટ વિઝા ઉપર થાઈલેન્ડથી યુવતી બોલાવતા હતા ગ્રાહક દીઠ એક હજાર વસૂલી યુવતીને 500 આપતા હતા.

થાઈલેન્ડની પાંચ યુવતીઓ મળી આવી
ખટોદરા પોલીસ પેટ્રોલીંગમાં હતા દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે વીઆઈપી રોડ એલાન્ટા બિઝનેશ હબમાં આવેલ લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન દુકાનમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. સ્પામાંથી થાઈલેન્ડની પાંચ યુવતીઓ મળી આવી હતી. પોલીસે સ્પાના ત્રણ સંચાલક અને છ ગ્રાહક મળી નવ જણાની ધરપકડ કરી હતી.

સ્પામાં આઠ કેબિન બનાવવામાં આવી હતી
વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ સ્પાના આડમાં કૂટણખાનું છેલ્લા સાતેક મહિનાથી ચલાવતા હતા. સ્પામાં આઠ કેબિન બનાવવામાં આવી હતી. જેમાં એક કેબિનમાં દલાલ બેસતો હતો. ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસૂલતા હતા. જેમાંથી 500 રૂપિયા સંચાલક પોતે રાખતા અને 500 યુવતીને આપતા હતા. પોલીસે સંચાલક સહિત નવ જણાની ધરપકડ કરી છે. જ્યારે થાઈલેન્ડની યુવતીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વેઇટિંગમાં બેઠેલા પાંચ વેપારી પુત્ર સહિત નવ ઝડપાયા
વેસુના લક્ઝરીયા સ્પામાં પોલીસે છાપો મારી ત્યાંથી સ્પા માલિક જનક ઉર્ફે જોન્ટી રાજેન્દ્ર માટલીવાલા (આશિર્વાદ ટાઉનશિપ, ઉધના), મેનેજર અક્ષય સુર્યકાંત ગાયકવાડ (સુમનધારા, મગદલ્લા) અને અન્ય એક કર્મી રોહન રામમુરત વર્મા ઝડપાયા હતા. 5 થાઈ યુવતીઓ મળી હતી. ગ્રાહક ધીરજ જુગલકિશોર ભુત (રહે. શુભમ હેલીજન, સારોલી), વિક્રમ મહેન્દ્ર જૈન ( રહે. ત્રિકમનગર-2, વરાછા), દેવીલાલ ભંવર રાઠી ( રહે. શુભમ હાઈટ્સ, સારોલી) મહેશ ત્રિલોકચંદ ચાંડક
( રહે. જલારામ સોસા., પરવટ) મળી આવ્યો હતો. ઉપરાંત સોફા પર બેસેલા બે જણા ગોપાલ રાઠી ( સોનલ રેસી., પરવટ)અને સુરેશ રાઠી (રહે.પરવટ)ની ધરપકડ કરી છે. પોલીસે રેડમાં કુલ 10 ફોન તથા રોકડ મળી 3.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્પામાંથી 19 કૉન્ડોમ મળ્યા હતા. સ્પાવાળા ગ્રાહકોને કોડવર્ડ આપતા પછી પ્રવેશવા દેતા હતા. પોલીસે યુવતીઓને નારી ગૃહમાં મોકલી છે. થાઈલેન્ડ પહોંચ્યા બાદ 10 વર્ષનો પ્રતિબંધ મુકતી ડિપોર્ટની કાર્યવાહી શરૂ કરી છે.