• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Voting Begins For 657 Gram Panchayat Elections In Surat Tapi District, Voting By Energy And Petrochemical Minister Mukesh Patel

ગ્રામપંચાયત ચૂંટણી LIVE:સુરત-તાપી જિલ્લામાં 657 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, સુરતમાં અત્યાર સુધીમાં 51.66 અને તાપીમાં 56.23 ટકા મતદાન નોંધાયું

સુરતએક મહિનો પહેલા
  • સુરત જિલ્લાના 8 લાખથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
  • તાપી જિલ્લાના 5 લાખથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

સુરત અને તાપી જિલ્લાના 16 તાલુકાની 657 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે સવારથી મતદાન શરૂ થયું છે. બંને જિલ્લામાં 1579 મતદાન મથકો પર મતદાન પૂર્ણ થયું છે. જેમાં 639 સરપંચની બેઠકની અને 4469 વોર્ડના સભ્યોની બેઠકની મળી કુલ 5098 બેઠકના ઉમેદવારોના ભાવિ 2920 મતપેટીમાં મત આપી સીલ કરવામાં આવ્યું છે. સુરતમાં અત્યાર સુધીમાં 51.66 અને તાપીમાં 56.23 ટકા મતદાન નોંધાયું છે.

સુરત જિલ્લામાં 9 તાલુકાની 407 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં 391 સરપંચની બેઠક અને 2539 સભ્યોની બેઠકના ઉમેદવારોની ચૂંટણી થઈ છે. જિલ્લામાં 949 મતદાન મથક પર 1915 મતપેટીમાં મતદાન થઈ છે. જ્યારે 8,00,322 મતદારો ગ્રામ પંચાયતના આગામી 5 વર્ષ માટે સરપંચ અને સભ્યો પસંદ કરશે. આ ચૂંટણી પ્રક્રિયામાં 102 ચૂંટણી અધિકારી, 102 મદદનીશ ચૂંટણી અધિકારી, 5172 પોલિંગ સ્ટાફ અને 1657 પોલીસ સ્ટાફ ફરજ બજાવી હતી.

ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું.
ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું.

તાપી જિલ્લામાં 7 તાલુકાની 250 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં 248 સરપંચની બેઠક પર અને 1930 સભ્યોની બેઠક પર ચૂંટણી થઈ છે. જિલ્લામાં 630 મતદાન મથક પર 1005 મતપેટીમાં મતદાન કરવામાં આવ્યું હતું. ગ્રામપંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોના ભાવિનો ફેંસલો 5,75,701 મતદારો ગ્રામ પંચાયતના આગામી 5 વર્ષ માટે સરપંચ અને સભ્યો તરીકે પસંદ કરશે. આ ચૂંટણી પ્રક્રિયામાં 61 ચૂંટણી અધિકારી, 61 મદદનીશ ચૂંટણી અધિકારી, 3955 પોલિંગ સ્ટાફ અને 1382 પોલીસ સ્ટાફ ફરજ બજાવી હતી.

સુરત જિલ્લાના 8 લાખથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

તાલુકાગ્રા.પં.સરપંચસભ્યમતદાનમથકમતપેટીપૂરૂષમહિલાકુલ
ઓલપાડ61572881394085896655856114824
કામરેજ42401891332836099957121118120
પલસાણા29261626997317582826460023
બારડોલી4543283104205463884658492972
મહુવા4747277113250480794908497163
માંડવી75755521451955796459817117781
માંગરોળ5352385120264513734838199754
ઉમરપાડા333326574148295852947459059
ચોર્યાસી22181385265209981962440622
કુલ40739125399491915406110394205800322

તાપી જિલ્લાના 5 લાખથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

તાલુકાગ્રા.પં.સરપંચસભ્યમતદાનમથકમતપેટીપૂરૂષમહિલાકુલ
વ્યારા6363453118236474905034197831
ડોલવણ383829587123351593404369202
વાલોડ31291937474312163297064186
સોનગઢ72725741711716285565028127883
ઉચ્છલ212118685173314213311464535
નિઝર161614457142251412566150802
કુકરમુંડા99853886148501541230262
કુલ25024819306301005248132256569504701