તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નોટીસ બાદ ડિંડોલીની શાળાએ RTE હેઠળ એડમિશન અપાયું

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિંડોલીની આઇડિયલ ઇંગ્લિશ પબ્લિક સ્કૂલે આરટીઇના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કરતા જ જિલ્લા શિક્ષણાધિકારીએ નોટીસ પાઠવી હતી. જે પછી સ્કૂલે વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. ડીઇઓ એચ.એચ. રાજ્યગુરુએ જણાવ્યું હતું કે ડિંડોલીની આઇડિયલ ઇંગ્લિશ સ્કૂલે RTEના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યાની ફરિયાદ મળતા શાળાને શોકોઝ નોટીસ આપી હતી. શાળાના જવાબ બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના પ્રિન્સિપાલને ઓફિસરની નિમણૂક કરી તાકિદે પ્રવેશ આપવા સૂચન કર્યું હતું. જે પછી તરત જ સ્કૂલે પ્રવેશ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...