તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુરત:ભારે વરસાદના પગલે તાપી નદી બે કાંઠે, નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા

સુરતએક મહિનો પહેલા
કોઝવે ખાતે તાપી નદીની સપાટી 6.64 મીટર
  • સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ
  • આગામી 24 કલાક મધ્યમ વરસાદની આગાહી કરાઈ

જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં ધોધમાર વરસાદથી તાપી નદીમાં નવા નીર આવ્યા છે. જેને પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. સુરતના કતારગામ અને રાંદેરને જોડતા કોઝવે ખાતે તાપી નદીની સપાટી 6.64 મીટર છે. જેને પગલે તાપી નદીના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે.

કોઝવે ઓવરફ્લો થતા બંધ કરાયો
સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ સાથે ઉકાઈ ડેમમાંથી પણ 1000 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. સુરતમાં કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો કોઝવે ઓવરફ્લો થતા બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવે ભયનજક 6 મીટરની સપાટી વટાવી જતા બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ 64 સેન્ટિમીટર ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે.

ઉકાઈ ડેમની સપાટી 329.39 ફૂટ
સુરત જિલ્લાના અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ સપાટી 329.39 ફૂટ પર પહોંચી ગઈ છે. જ્યારે રૂલ લેવલ 345 છે. ગત વર્ષ કરતા હાલ ઉકાઈ ડેમમાં વધુ પાણી છે. હાલ ઉકાઈ ડેમમાં 14 હજાર ક્યુસેક પાણીની આવક છે. જ્યારે 1000 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો