રજૂઆત:ઉઠમણાંના બનાવોને રોકવા ફોગવાની ગૃહમંત્રી-કમિશનરને રજૂઆત, 30 સભ્યના કુટુંબની 30 GSTN વડે ઠગાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોજદારી-સિવિલ કાયદાની ગૂંચ ઉકેલવા ગુજસીકોટમાં સુધારાની માંગ

30 સભ્યોના પરિવારના કુટુંબના સભ્યો અલગ અલગ GST નંબર ખોલાવી વેપારીઓ સાથે ચીટિંગ કરી રહ્યાં હોવાની રજૂઆત ફોગવાએ ગૃહમંત્રી અને પોલીસ કમિશનરને કરી છે. આ રજૂઆતમાં માંગ કરી છે કે ‘ગુજસીકોટ 2(ડી)માં સુધારો કરી, ઉઠમણાંના કેસને રોકવા આર્થિક ગુનાને ગુજસીકોટ આવરી લેવામાં આવે એ જરૂરી છે.’

હાલ ટેક્સટાઈલ માર્કેટમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ ઉઠમણાં કરવાના ઈરાદે શહેરની અલગ અલગ ટેક્સટાઈલ માર્કેટમાં દુકાનો ખોલીને બેઠેલી ચીટર ટોળકીઓ સક્રિય થઈ ગઈ છે. 30 સભ્યના પરિવારનું કુટુંબના ભાઈઓ, ભત્રીજાઓ, સગા સંબંધીઓ 30 અલગ અલગ GST રજીસ્ટ્રેશન કરાવી માર્કેટમાં સક્રિય થયા છે. પરિવારોના તમામ સભ્યો માત્ર ચીટિંગ કરવાના હેતુથી માર્કેટમાં દુકાન ભાડે રાખી વેપારીઓ પાસેથી ઉધારમાં માલની ખરીદી શરૂઆતમાં પેમેન્ટ કરીને વિશ્વાસ અપાવે છે બાદમાં ઉધારમાં માલ ખરીદી થોડા દિવસ પછી ઉઠમણું કરી ફરાર થઈ જાય છે. જેના કારણે વેપારીઓની આર્થિક હાલત દયનીય બની ગઈ છે.

ફોગવાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અજય તોમરને રજૂઆતમાં કહ્યું કે,4 થી 5 મહિના પહેલા ઉઠમણું કરવાના ઈરાદે કામ કરતાં 57 વેપારી અને 5 દલાલનું લિસ્ટ આપવામાં આવ્યુ હતું. પરંતુ ફોજદારી અને સિવિલ કાયદાની ગૂંચવણના કારણે પગલા ભરાયા ન હતા જેથી ગુજસીકોટ 2(ડી)માં સુધારો કરી ઉઠમણાંના કેસને રોકવા આર્થિક ગુનાને ગુજસીકોટમાં આવરી લેવામાં આવે એ જરૂરી છે.

શહેરમાં આવા 30 થી 40 પરિવારો છે
30 પરિવારના સભ્યના અમે એક જ કુટુંબનો ઉલ્લેખ આ રજૂઆતમાં કર્યો છે, શહેરમાં આવા 30થી 40 પરિવારો અલગ અલગ જીએસટી નંબર રાખીને અનેક વેપારીઓ પાસે માલની ખરીદી કરીને ઉઠમણું કરે છે. > અશોક જીરાવાલા, પ્રમુખ, ફોગવા

અન્ય સમાચારો પણ છે...