વરણી:ફોગવાની નવી ઓફિસ શરૂ 800 વીવર્સ મેમ્બર બન્યા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉઠમણાં અટકાવવા એક્શન પ્લાન બનાવશે

ફોગવા (ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન) દ્વારા ઉમરવાડા, નવી બોમ્બે માર્કેટની સામે ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં નવી ઓફિસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને કોરોના કાળ પછી ટેક્સટાઈલ માર્કેટમાં ઉઠમણાં અટકાવવા માટે પ્રયાસો કરાશે.કોરોનાની પહેલી અને બીજી લહેર બાદ ટેક્સટાઈલ માર્કેટમાં ઉઠમણાંઓનું પ્રમાણ વધ્યું હતું. અમુક ચિટર ટોળકીઓ દ્વારા ચિટિંગ કરવા માટે થોડાં સમય માટે ટેક્સટાઈલ માર્કેટમાં દુકાનો ભાડે રાખીને ઉઠમણનું કરવામાં આવે છે. આવી 15થી વધારે ચિટર ટોળકીઓ માર્કેટ વિસ્તારમાં સક્રિય છે. જેના કારણે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ, વિવર્સોને મુશ્કેલેની સામનો કરવો પડી રહ્યો છે.

ચિટિંગ ટોળકીનો ભોગ બનેલા વિવર્સોનું 100 કરોડથી વધારે રૂપિયાનું પેમેન્ટ અટવાયું છે. ત્યારે બુધવારના રોજ ફોગવા દ્વારા ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં નવી ઓફિસ શરૂ કરવામાં આવી છે. એક દિવસમાં 800 વિવર્સો ફોગવાના મેમ્બર બન્યા હતાં. ઉઠમણાં અટકાવવા માટે ફોગવા દ્વારા રેફરન્સ શોધીને એક્શન પ્લાન બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા કહે છે કે, ઓફિસ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ ઉઠમણાંઓ અટકાવવાનો છે, અમે એક્શન પ્લાન બનાવીને તેને અટકાવવા માટે પ્રયાસ કરીશું.’

અન્ય સમાચારો પણ છે...