ઉમદા નિર્ણય:FMCG ડિલર્સ એસો.ની 6 કલાક જ દુકાનો શરૂ રાખવાની વિચારણા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી બચવા સ્વૈચ્છિક નિર્ણય કરવો જોઈએ, સરકારી આદેશ સિવાય સ્વંયભૂ સમય નિયંત્રણ મુશ્કેલઃઆગેવાનો

શહેર અને જિલ્લામાં કોરોનાનાં વધતાં કેસોના કારણે એફએમસીજીના હોલસેલ અને રિટેઈલ દુકાનદારો દ્વારા હવે સમય ફેર કરવા અંગે વિચારણા નવેસરથી શરૂ કરાય છે. તા.24 જુલાઈ સુધી સવારે 9 થી સાંજે 3 વાગ્યા સુધી જ દુકાનો શરૂ રાખવા અંગે વિચારણાં થઈ રહી છે. ફેડરેશન ઓફ ગુજરાત ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન દ્વારા સોશિયલ મિડીયામાં એક મેસેજ ફરતો કરવામાં આવ્યો છે.

સરકારી આદેશ વિના સ્વંયભૂ સમયે નિયંત્રણ મુશ્કેલ બની રહેશે
જેમાં સુરત હોલસેલ ડિલર્સ એસોસિએશન દ્વારા શહેરમાં કેસો વધતાં 21 દિવસ એટલે કે શનિવારથી તા.24 જુલાઈ સુધી સવારે 9 થી 3 વાગ્યા સુધી જ પોતાની દુકાનો અને ગોડાઉનો ખોલવા માટે વિનંતી કરવામાં આવી છે. આ અંગે સુરત એફએમસીજી હોલસેલ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ જયંતિ ઠક્કર જણાવે છે કે, હોલસેલર્સ, ડિસ્ટીબ્યુટર્સ અને રિટેઈલર્સેને સમય નિયંત્રણ કરવા માટે વિનંતી કરાય છે. પરંતુ સરકારી આદેશ વિના સ્વંયભૂ સમયે નિયંત્રણ મુશ્કેલ બની રહેશે. હોલસેલર્સે સ્વૈચ્છિક રીતે કોરોનાથી બચવા નિર્ણય કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...