ટ્રાન્સપોર્ટ:ફ્લાઈંગ રાણી, વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં ફરી પાસ હોલ્ડરો માટે રિઝર્વ કોચ કાર્યરત થશે

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળ દરમિયાન બંધ કરાયો હતો, બંન્ને ટ્રેનમાં 1-1 કોચ રિઝર્વ રહેશે

કોરોના કાળથી અત્યાર સુધી ફ્લાઈંગ રાની અને વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેનોમાં MST પેસેન્જર (પાસ હોલ્ડર) માટે રિઝર્વ કોચ સિસ્ટમ બંધ હતી પરંતુ હવે તે ટૂંક સમયમાં પુનઃસ્થાપિત થવા જઈ રહી છે. DRM ઓફિસ દ્વારા MST મુસાફરો માટે રિઝર્વ કોચ સિસ્ટમ શરૂ કરવા આદેશ અપાયો છે. ટૂંક સમયમાં ફ્લાઈંગ રાની અને વલસાડ ફાસ્ટ પેસેન્જરમાં એક-એક કોચ MST યાત્રી માટે આરક્ષિત કરાશે.

રેલવે આ ટ્રેનોમાં કોઈ અલગ કોચ ઉમેરશે નહીં પણ હાલના કોચમાંથી કોઈ એક પાસ ધારકો માટે આરક્ષિત રહેશે અને કોચ પર બોર્ડ લગાવીને તેને ચિહ્નિત કરવામાં આવશે. નોંધનીય છે કે, આ સુવિધા કોરોના સમયગાળા પહેલા હતી. પરંતુ હવે તમામ સેવાઓ સંપૂર્ણપણે સામાન્ય થઈ ગઈ છે ત્યારે અવારનવાર પાસ હોલ્ડરો દ્વારા તેમના માટે અલગ કોચ અનામત રાખવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

177 મહિલા પાસ હોલ્ડર યાત્રીએ અરજી કરી હતી
ગયા મહિને 29 ઓગસ્ટના રોજ, કુલ 177 મહિલા પાસ ધારકોએ આ સંબંધમાં પશ્ચિમ રેલવે મુંબઈ ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસને પત્ર લખીને કોચ રિસ્ટોરેશન માટે અરજી કરી હતી.ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ વતી, મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને, ડિવિઝનલ ઓપરેટિંગ ઓફિસરને આ બાબતે તપાસ કરવા અને સંબંધિત ટ્રેનોમાં MST કોચના સીમાંકન માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.

કોવિડ પહેલા રોજના 35 થી 40 હજાર પાસ હોલ્ડર્સ આવતા હતા. પરંતુ હવે પાસ ધારક મુસાફરોની સંખ્યા ઘટીને રોજના 22 થી 25 હજાર થઈ ગઈ છે. કારણ કે પાસ હોલ્ડરો માટે અલગ કોચ ન હોય તો તેઓ મેલ એક્સપ્રેસ ટ્રેનમાં જતા હતા. પરંતુ હવે ટ્રેનોમાં MST કોચ પુનઃસ્થાપિત થતાં પાસ ધારકોની સંખ્યામાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...