તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લાઈટોની શરૂઆત:સુરતથી ગો એરની ફ્લાઈટ ઉડાડો, કંપનીને મેઈલ કરાયો,કોલકાતા ગોવા સહિત 6 ફ્લાઈટ ઉડી શકે

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ભારતમાં સૌથી સસ્તી હવાઇ મુસાફરી કરાવતી ગોએર એરલાઇન્સે સુરત એરપોર્ટથી પોતાની ફ્લાઈટ જલદીથી ટેકઓફ કરે તે માટે સુરતીઓ મેદાનમાં ઊતર્યા છે. એરપોર્ટ ડિરેક્ટર, ટ્રાવેલ્સ કંપની અને વી વોન્ટ વર્કિંગ એટ સુરત એરપોર્ટ ગ્રુપની સાથે સુરતીઓએ ગોએર એરલાઇન્સને મેલ કરી તાકિદે ફ્લાઇટની જાહેરાત કરે તેવી માંગ કરી છે. ગોએર સુરત એરપોર્ટથી માર્ચ મહિનાથી ફ્લાઈટ ઓપરેટ કરનારી હતી.

પણ કોરોના વાઇરસની એન્ટ્રી થતા જ ફ્લાઇટો બંધ પડી ગઈ હતી. જેને કારણે તેણે પોતાની ફ્લાઈટો અટકાવી હતી. જોકે, હવે ગોએર ફરી એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં ઓફિસ ખોલવા માટે ડિરેક્ટરને પ્રપોઝલ મોકલી હતી અને તે પ્રપોઝલ મંજૂર કરાય છે.

આ વાત વી વોન્ટ વર્કિંગ એટ સુરત એરપોર્ટ ગ્રુપ, ટ્રાવેલ્સ કંપની અને સુરતીઓના કાને પહોંચતા તેમણે ફરી ગોએર એરલાઇન્સને તાકિદે ફ્લાઈટ જાહેર કરવા માટે રજૂઆત કરી છે. બે વર્ષ પહેલા ગોએર સુરત એરપોર્ટથી પટના, લખનઉ, હૈદરાબાદ, ચેન્નઇ, કોલકાતા અને ગોવાની એમ છ ફ્લાઈટ ઓપરેટ કરવાની સાથે ટર્મિનલ બિલ્ડિંગમાં ઓફિસ ખોલવા પ્રપોઝલ મોકલી હતી. જે મંજૂર કરાય હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો